Get The App

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનુ અપહરણ કરીને ધર્મપરિવર્તન

Updated: Jan 22nd, 2020


Google NewsGoogle News
પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનુ અપહરણ કરીને ધર્મપરિવર્તન 1 - image

ઈસ્લામાબાદ, તા. 22. જાન્યુઆરી 2020 બુધવાર

એક તરફ ભારતમાં જ વિપક્ષો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ સહિતના લઘુમતી કોમના નાગરિકોને નાગરિકતા આપવાનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાનમાં હિન્દુ-શીખો પરના અત્યાચારો અટકવાનુ નામ નથી લઈ રહ્યા.

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના જેકોબાબાદમાં એક હિન્દુ યુવતીનુ અપહરણ કરીને તેનુ બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી દેવાયુ છે. તેનુ એક મુસ્લિમ યુવક સાથે લગ્ન પણ કરાવી દેવાયુ છે.

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનુ અપહરણ કરીને ધર્મપરિવર્તન 2 - image15 જાન્યુઆરીએ સિંધ પ્રાંતની રહેવાસી અરોક કુમારી ઉર્ફે મહેક કુમારીનુ અપહરણ કરાયુ હતુ.એ પછી જેકોબાબાદમાં હિન્દુઓ આ ઘટના સામે દેખાવો કરી રહ્યા છે.

એ પછી અપહરણ કરનારાઓએ એક વિડિયો વાયરલ કરાવ્યો હતો.જેમાં ખુલાસો થયો હતો કે, અરોક કુમારીનુ ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ યુવક અલી રજા સાથે નિકાહ કરાવી દેવાયુ છે.વિડિયોમાં અલોક કુમારી કહે છે કે, મેં મારી મરજીથી ધર્મ પરિવર્તન કર્યુ છે.

હવે અલોક કુમારી અલીજા થઈ ગઈ છે. તેણે વીડિયોમાં કહ્યુ હતુ કે, હું 18 વર્ષની છું અને મને મારા માતા પિતા તેમજ હિન્દુ સમુદાયથી સુરક્ષાની જરુર છે.


Google NewsGoogle News