ચીન અને અમેરિકા વચ્ચે પ્રચંડ યુદ્ધ ફાટી નીકળશે તેથી વિશ્વ 3જા વિશ્વ યુદ્ધની કગાર પર આવી જશે
- જીવંત નોસ્ટ્રેેડેમસની ભયંકર આગાહી
- ટ્વિટર મહારાણી ઇલિઝાબેથના નિધન અને એલન મસ્ક ટિવટર ખરીદશે તેવી તેની ઘણી આગાહીઓ સચોટ પડી છે
બ્રાઝિલિયા, નવી દિલ્હી :જીવંત નોસ્ટ્રેડેમસ કહેવાતા બ્રાઝિલના આર્ષદ્રષ્ટા એથોસ સેલોમેએ ભયંકર આગાહી કરતાં કહ્યું હતું કે, ચીન અને અમેરિકા વચ્ચે પ્રચંડ યુદ્ધ ફાટી નીકળશે, જેનો વ્યાપ વધી રહી વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગાર ઉપર આવી જશે.
સોળમી સદીના ચોથા દશકમાં ફ્રાંસમાં દાર્શનિક જેઓએ ભારત ઉપર બ્રિટનનું રાજ્ય આવશે તેવી પણ આગાહી શાહજહાઁના સમયે કરી હતી. જે છેવટે સચોટ સાબિત થઈ તેવા દાર્શનિક ફ્રાંસના નોસ્ટ્રેડેમસ સાથે જેઓની તુલના થઈ રહી છે તેવા એથોસ સેવોમેએ કેટલાક વર્ષો પૂર્વે મહારાણી ઈલિઝાબેથ બીજાના નિધનની સચોટ આગાહી કરી હતી. તેમજ એલન મસ્ક ટિવટર ખરીદી લેશે તેવી પણ સચોટ આગાહી કરનાર આ દાર્શનિકની ચીન-અમેરિકા યુદ્ધ અને તેના પગલે ત્રીજા વિશ્વ યુદ્ધની કરેલી ઘેરી આગાહીથી વિશ્વના રાજકારણીઓ, સેનાપતિઓ અને બુદ્ધિ જીવીઓ ચિંતામાં પડી ગયા છે.
આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો પૂર્વે બલ્ગેરિયાના પ્રજ્ઞાાચક્ષુ દાર્શનિક બાબા વેંગાએ પણ પૂર્વના સાગરમાંથી વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની આગાહી કરી હતી.
જ્યારે એથોસ સોલેમેએ આગાહીઓ કરવાનું શરૂ કર્યું ત્યારે તો પહેલા ઘણા તેને ચસ્કેલી માનતા હતા પરંતુ મહારાણી ઇલિઝાબેથના નિધનની તેમજ એલન મસ્ક ટિવટર ખરીદી લેશે તેવી તેઓએ કરેલી આગાહી પછી સૌ કોઇ તેને માનવા લાગ્યા છે.
એથોસ સેવોમેએ ચીન અને અમેરિકા વચ્ચેનાં યુદ્ધની આગાહી કર્યા પછી તેમણે કહ્યું છે કે, હજી આથી પણ વધુ ખરાબ બનવાનું છે. વિશ્વ ૩જા વિશ્વ યુદ્ધની કગારે પહોંચી જશે.
ડેઈલી મેઈલને આપેલી મુલાકાતમાં તેઓએ કહ્યું : અત્યારે જ બંને વચ્ચે યુદ્ધ તોળાઈ રહ્યું છે જે બે અણધારી ઘટનાઓને લીધે સળગી ઊઠશે. પહેલી ઘટના દક્ષિણ ચીન સમુદ્રમાં ઉપસ્થિત થયેલા પ્રાદેશિક જળ વિવાદ અને બીજી ઘટના ચીન દ્વારા કરાતા સાયબર એટેક છે. આ બંને વ્યાપક યુદ્ધના કારણ સમાન બની રહેશે.
તેઓએ કહ્યું આ ઉક્તિઓને ઠીક છે કહી સહજ રીતે લેતા નહીં. આ ખરેખરી ભીતિ હું તમોને જણાવી રહ્યો છું અને તે પ્રાદેશિક યુદ્ધમાંથી જ વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે.
તેઓએ કહ્યું ચીન અમેરિકી સેનાની હાજરીને ભય સમાન ગણે છે. બીજીતરફ અમેરિકા ઇન્ડો પેસિફિક વિસ્તાર ઉપર કાબુ રાખવા માગે છે. ચીને તે વિવાદાસ્પદ જળ વિસ્તારમાં કૃત્રિમ ટાપુઓ ઉભા કરી ત્યાં લશ્કરી મથકો સ્થાપી દીધા છે. આ સાથે એશિયામાં પણ ચીન સાથે સંઘર્શ શરૂ થઈ જશે. જે ઘટનાઓ ૩જી વિશ્વ યુદ્ધ શરૂ કરાવશે. ચીન તેવા પ્રચંડ સાઇબર એટેક કરશે કે દુનિયાને આંચકો લાગી જશે તેમ પણ તેમણે પૂર્વે કહ્યું હતું.