Get The App

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને મસ્કે એક જ દિવસમાં 10000 સરકારી કર્મચારીઓની નોકરી છીનવી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને મસ્કે એક જ દિવસમાં 10000 સરકારી કર્મચારીઓની નોકરી છીનવી 1 - image


Lay off in USA | અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી ઈલોન મસ્કે સાથે મળીને એક જ દિવસમાં 9500 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. 

ટ્રમ્પ સરકારે કેમ લીધો નિર્ણય? 

આ કર્મચારીઓ સરકારી જમીનોના રક્ષણથી લઈને નિવૃત્ત સૈનિકોની સારસંભાળ રાખવાના કામમાં રોકાયેલા હતા. માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક પગલું ભર્યું છે.

કયા કયા સરકારી વિભાગોમાં છટણી? 

ગૃહ વિભાગ, ઉર્જા, વેટરન્સ અફેર્સ, કૃષિ, આરોગ્ય અને અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું. 

સરકારી એજન્સીઓ પર પણ ગાજ 

જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તેમાં કન્ઝ્યૂમર ફાઈનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ઈન્ટરલ  રેવન્યૂ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે. 

3 ટકા સરકારી કર્મચારીઓએ સ્વૈચ્છાએ નોકરી છોડી?

અહેવાલ અનુસાર 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 એવા કર્મચારીઓ હતા જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સરકારી સ્ટાફ આશરે 23 લાખ છે. આવી સ્થિતિમાં, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે.



Google NewsGoogle News