Get The App

ગાઝા યુદ્ધની વરસીએ ઈઝરાયેલનો બીરૂત ઉપર પ્રચંડ હવાઈ હુમલો

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
ગાઝા યુદ્ધની વરસીએ ઈઝરાયેલનો બીરૂત ઉપર પ્રચંડ હવાઈ હુમલો 1 - image


- આ પ્રચંડ હવાઈ હુમલાઓમાં 1400થી વધુ લેબનીઝના મોત : અસંખ્ય ઘાયલ : 12 લાખથી વધુ ઘર છોડી નાસી ગયા

બીરૂત : રવિવારની રાત બૈરૂત સ્થિત લેબનીઝ માટે ખરા અર્થમાં 'કતલની રાત' બની રહી હતી. હમાસ યુદ્ધની વરસીના દિને ઈઝરાયલે ભૂરા ભૂમધ્ય સમુદ્રનાં સૌંદર્યધામ સમાન બૈરૂતનાં પરાંઓ ઉપર ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા કરતાં ૧૪૦૦થી વધુના મોત થયા છે. અસંખ્ય લોકો ઘાયલ થયા છે. ૧૨ લાખથી વધુ લોકો ઘરબાર છોડી નાસી રહ્યાં છે. એક મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયેલ ૧૯ લોકો પણ મસ્જિદ ઉપર થયેલી બોમ્બવર્ષામાં મૃત્યુ પામ્યા છે.

બીજી તરફ હીઝબુલ્લાહે ઈઝરાયલનાં ઉત્તરનાં શહેર હૈફ ઉપર મિસાઈલ્સ હુમલો કર્યો હતો તેમાં મિસાઇલ્સમાંથી ઉડેલા શાર્પનલ્સન (ધાતુના ટુકડાઓ)ને લીધે દસેકને ઈજા થઈ છે.

વાસ્તવમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈઝરાયલ 'હાઈ એલર્ટ' પર રહેલું છે.

લેબેનોનની રાજ્ય હસ્તકની નેશનલ ન્યૂઝએ કહ્યું હતું કે રવિવારે રાત્રે ઈઝરાયલે ૩૦ એર સ્ટ્રાઈક્સ કરી હતી. પરંતુ તેણે મૃત્યુ આંક કે અન્ય નુકસાનની માહિતી આપી ન હતી.

બીજી તરફ ઈઝરાયલની આર્મીએ ઉત્તર ગાગા દેર-અલ-વલાહ નગરને ખાલી કરવા રહેવાસીઓને જણાવી દીધું હતું. હવે સ્પષ્ટ મળી રહ્યું છે કે ઈઝરાયલ ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાંથી આરબોને (પેલેસ્ટાઇનીઓને) કાઢી મુકવા માગે છે.


Google NewsGoogle News