ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન લાગી ભીષણ આગ, 100થી વધુનાં મોત, 150 ઘવાયા, PMના તપાસના આદેશ

સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે

આગ ઈરાકના નિનેવે પ્રાંતના હમદાનિયા વિસ્તાર માં લાગી હતી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન લાગી ભીષણ આગ, 100થી વધુનાં મોત, 150 ઘવાયા, PMના તપાસના આદેશ 1 - image

ઉત્તર ઈરાકમાં (Iraq Fire) એક હચમચાવી મૂકે તેવી ઘટના બની છે. લગ્ન દરમિયાન એક હોલમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 150થી વધુ ઘાયલ થયાની માહિતી મળી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. 

ક્યાં લાગી આગ? 

અધિકારીઓએ કહ્યું કે આગ ઈરાકના નિનેવે પ્રાંતના હમદાનિયા વિસ્તાર (Hamdaniya Area Fire)માં લાગી હતી. આ મોસુલની ઠીક બહાર એક ખ્રિસ્તી બહુમતી ધરાવતો વિસ્તાર છે. તે બગદાદથી લગભગ 335 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે.

તપાસના આદેશ અપાયા  

વીડિયો ફૂટેજમાં મેરેજ હોલમાં લાગેલી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. આગ લાગ્યા બાદ જ્યારે લોકો ઘટનાસ્થળેથી પસાર થઇ રહ્યા હતા તો ફક્ત કાટમાળ જ જોઈ શકાતો હતો. આ ઘટનામાં જીવ બચાવનારા લોકો ઓક્સિજન માટે સ્થાનિક હોસ્પિટલે પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદ્રએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. વડાપ્રધાન મોહમ્મદ શિલા અલ સુદાનીએ આગની તપાસના આદેશ આપ્યા હતા. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News