Get The App

તુર્કીની હોટેલમાં ભીષણ આગ 66 લોકોનાં મોત, 51 ઘાયલ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
તુર્કીની હોટેલમાં ભીષણ આગ  66 લોકોનાં મોત, 51 ઘાયલ 1 - image


- 12 માળની હોટેલમાં વહેલી સવારે 3.30 વાગ્યે આગ લાગી

- ઘાયલો પૈકી એકની સ્થિતિ ગંભીર : ગભરાટમાં બિલ્ડિંગમાંથી કૂદી પડતાં બે પીડિતોનાં મોત : આગના કારણની તપાસ ચાલુ

અંકારા : ઉત્તર પશ્ચિમ તુર્કીમાં આવેલ લોકપ્રિય સ્કી રિસોર્ટની એક હોટેલની લાગેલી આગમાં ૬૬ લોકોનાં મોત થયા છે તેમ તુર્કીના ગૃહ પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. અલી યેરલિકાયાના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અન્ય ૫૧ લોકો ઘાયલ થયા છે.

તેમણે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા પછી પત્રકારોને જણાવ્યું હતું કે અમે ઉંડા દુ:ખમાં છીએ. અમે આ હોટેલમાં લાગેલી આગમાં કમનસીબે ૬૬ લોેકોએ જીવ ગુમાવ્યા છે.  આરોગ્ય પ્રધાન કેમલ મેમિસોગલુએ જણાવ્યું હતું કે એક ઘાયલ વ્યકિતની સ્થિતિ ગંભીર છે. અધિકારીઓ અને પત્રકારોના જણાવ્યા અનુસાર બોલુ પ્રાંતમાં ૧૨ માળની ગ્રાન્ડ કાર્ટલ હોટેલની રેસ્ટોરન્ટમાં વહેલી સવારે ૩.૩૦ કલાકે આગ ફાટી નીકળી હતી.

ગવર્નર અબ્દુલઅઝીઝ એદીનના જણાવ્યા અનુસાર ગભરાટમાં બિલ્ડિંગમાંથી કૂદી પડવાને કારણે બે પીડિતોના મોત થયા છે. મીડિયાના જણાવ્યા અનુસાર કેટલાક લોકો બ્લેન્કેટ્સનો ઉપયોગ કરી નીચે ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. 

આ હોટેલમાં કુલ ૨૩૪ મહેમાનો રોકાયેલા હતાં. હોટેલના ઇન્સ્ટ્રકટરના જણાવ્યા અનુસાર જ્યારે તે ઉંઘી રહ્યાં હતાં ત્યારે આગ ફાટી નીકળી હતી અને તેે બિલ્ડિંગમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં. ત્યારબાદ તેમણે ૨૦ મહેમાનોને હોટેલની બહાર કાઢી બચાવ્યા હતાં. 

સાક્ષીઓના જણાવ્યા અનુસાર હોટેલની ફાયર ડિટેક્શન સિસ્ટમ ચાલુ ન હતી. હોટેલના ત્રીજા માળે રોકાયેલા અટાકન યેલકોવનના જણાવ્યા અનુસાર તેમના પત્નીને બળવાનસ્ગંધ આવી હતી. જો કે અલાર્મ સિસ્ટમ પણ ચાલુ થઇ ન હતી. 


Google NewsGoogle News