VIDEO: લંડનમાં અમેરિકન એમ્બેસી બહાર ભયંકર વિસ્ફોટ, એરપોર્ટ ખાલી કરાવાયું, આસપાસના તમામ રસ્તા બંધ
Massive Blast In London : લંડનમાં અમેરિકન એમ્બેસી બહાર ભયંકર વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પોલીસે આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી વિસ્તારની ઘેરી લીધો છે. મેટ્રોપોલિટન પોલીસે વિસ્ફોટની પુષ્ટી કરી છે અને એરપોર્ટ પણ ખાલી કરાવી દીધું છે. આ ઉપરાંત વિસ્ફોટ સ્થળે તેમજ એરપોર્ટમાં પોલીસનો કાફલો દોડી આવ્યો છે. પોલીસે કહ્યું કે, મધ્ય લંડનમાં અમેરિકન દૂતાવાસ બહાર ભયાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
એરપોર્ટના બિલ્ડિંગમાં મુસાફરોને જતા અટકાવાયા
પોલીસે સુરક્ષાને ધ્યાને રાખી લંડન સ્થિત ગૈટવિક એરપોર્ટ પરના ટર્મિનલનો એક મોટી જગ્યા ખાલી કરાવી દીધી છે. ગૈટવિક બ્રિટનનું સૌથી મોટું વ્યસ્ત એરપોર્ટ છે. પોલીસે એરોપોર્ટ અંગે માહિતી આપતા કહ્યું કે, વિસ્ફોટ બાદ તપાસના ભાગરૂપે સાઉથ ટર્મિલનો એક ભાગ ખાલી કરાવી દેવાયો છે. આ ઉપરાંત એરપોર્ટના બિલ્ડિંગમાં પણ મુસાફરોને જતા અટકાવી દેવાયા છે.
LONDON: The US embassy has reopened after British police determined a suspicious package left outside was a hoax. Authorities had earlier conducted a controlled explosion of the device with no threat detected. pic.twitter.com/Mut5YzXtfG
— KolHaolam (@KolHaolam) November 22, 2024
સાઉથ ટર્મિનલને એક ભાગ ખાલી કરાવાયો
એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે, ધડાકાની ઘટના સામે આવ્યા બાદ સાવધાનીના ભાગરૂપે સાઉથ ટર્મિનલનો એક મોટો ભાગ ખાલી કરાવી દેવાયો છે. હાલ અમે સાવધાની જાળવવા માટે તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન મુસાફરોને સાઉથ ટર્મિનલમાં જતા અટકાવવામાં આવ્યા છે. મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે આ સમસ્યાને ઉકેલવા માટે ઝડપી કામગીરી કરી રહ્યા છે.
લોકોને ઘટનાસ્થળ તરફ ન જવાનો આદેશ
દક્ષિણમાં આવેલું ગૈટવિક લંડનથી 30 મીલ દૂર આવેલું છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે, જોકે અમેરિકન એમ્બેસી બહાર વિસ્ફોટ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ આ ઘટના બાદ નેશનલ રેલવેએ પણ સાવચેતીના પગલા ભરવાના શરૂ કરી દીધા છે અને લોકોને ઘટના સ્થળ તરફ ન જવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : ‘તમારા પર પણ કરી દઈશું હુમલા', યુક્રેનની મદદ કરનારા અમેરિકા બ્રિટનને પુતિને આપી ધમકી