Get The App

સીરિયામાં 1 લાખ લોકોનો નરસંહાર થયાની આશંકા, અસદના શાસનના અંત બાદ સામૂહિક કબરો મળતાં ખળભળાટ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
Mass Graves in Syria


Mass Graves in Syria: મઘ્યપૂર્વમાં સીરિયામાં બશર અલ અસદ કુટુંબના 50  વર્ષના શાસનનો અંત આવી ગયો છે. ફક્ત 11  દિવસના યુદ્ધમાં જ બળવાખોર જૂથ હયાત-તહરીર-અલ શામે જંગ જીતી લીધો. બશરે રશિયા ભાગી જવું પડ્યુ. જો કે તેણે હાર નહીં માનું તેવું નિવેદન જારી કર્યુ છે. આ દરમિયાન સીરિયામાં બશર કુટુંબના કુકર્મ સામે આવી રહ્યા છે. કુકર્મ એટલા માટે પિતાની જેમ બશર પર ક્રૂરતા માટે પ્રખ્યાત હતો. 

1 લાખ લોકોનો નરસંહાર થયાની આશંકા

બશરને મદદ કરનાર અને પ્રજાના ગુનેગાર સામે આકરી કાર્યવાહી કરવાની નવા વહીવટીતંત્રની જાહેરાત વિરોધીઓને મોતને ઘાટ ઉતારવા બશરની આદત બની ચૂકી હતી. સીરિયાની રાજધાની પાસે સામૂહિક કબર મળી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અહીં એક લાખથી વઘુ અવશેષો હોઈ શકે છે. આ લોકોને ક્યાં તો તલવારથી કાપવામાં આવ્યા, ફાંસી આપવામાં આવી અથવા તો ખૂબ જ પીડા આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. 

ડોક્ટરો અને ફોરેન્સિક ટીમો બે દિવસથી કરી રહી છે નિરીક્ષણ

સીરિયાની રાજધાની દમિશ્કથી 40 કિ.મી. દૂર ઉત્તરમાં આવેલા અલ-ફુતૈફા સ્થાનમાં અલ અસદ કુટુંબ દ્વારા કરવામાં આવેલી હત્યાઓના પુરાવા મળ્યા છે. આ સ્થળ સીરિયાની કેટલીય સામૂહિક કબરોમાંનું એક છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડોક્ટરો અને ફોરેન્સિક ટીમો આ સ્થળનું બે દિવસથી નિરીક્ષણ કરી રહી છે. કબરો ખોદવામાં આવી રહી છે અને અવશેષોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ અહીં એક લાખથી વઘુ લોકોના અવશેષ હોઈ શકે છે.

મૃતદેહો પર ફાંસી અને યાતનાના ઊંડા નિશાન 

દક્ષિણ સીરિયામાં પણ 12 સામૂહિક કબરો મળી છે. એકમાં તો એક જ બોરીમાં બંધ 22  મૃતદેહો મળ્યા હતા. તેમા મહિલાઓ અને બાળકો સામેલ હતા. અધિકારીઓનું કહેવું છે કે એક જ બોરીમાં આ રીતે 22 મૃતદેહોને દફનાવી દેવા ક્રૂરતાનો પુરાવો છે. તેમના શરીર પર ફાંસી અને યાતનાના ઊંડા નિશાન છે. 

આ પણ વાંચો: 'જેટલો ટેક્સ તમે લગાવશો એટલો જ અમે પણ વસૂલીશું...' ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને સીધી ધમકી

સીરિયામાં મળતી સામૂહિક કબરોને લઈને વહીવટીતંત્રના નવા કમાન્ડર ઇન ચીફ અહમદ અલ શારાએ જણાવ્યું હતું કે જે લોકોએ સીરિયાની પ્રજાનો અપરાધ કર્યો છે અથવા તો બશર અલ અસદના ગુનાઓમાં સક્રિય રીતે મદદ કરી છે તેમને આકરો દંડ કરવામાં આવશે.

સીરિયામાં 1 લાખ લોકોનો નરસંહાર થયાની આશંકા, અસદના શાસનના અંત બાદ સામૂહિક કબરો મળતાં ખળભળાટ 2 - image


Google NewsGoogle News