Get The App

દિવાળીએ લાહોરમાં ગ્રીન લૉકડાઉન લગાવાયું, મરિયમ નવાઝની સરકારે કેમ લીધો આ નિર્ણય?

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
Pakistan News


Lahore Most Polluted City In The World: વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત શહેરોની યાદીમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ ક્રમે છે. હવાની ગુણવત્તા માપનારી સંસ્થા આઈક્યુ એરએ વિશ્વના 100 સૌથી વધુ પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં લાહોરનો AQI સૌથી વધુ 700થી વધુ નોંધાયો હતો. આ રિપોર્ટને ધ્યાનમાં રાખતાં પાકિસ્તાનના લાહોરમાં સરકારે ગ્રીન લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 

પાકિસ્તાનના પંજાબ વિધાનસભામાં સિનિયર મિનિસ્ટર મરિયમ ઔંરગઝેબે આ ગ્રીન લોકડાઉનની જાહેરાત કરી છે. લાહોરના 11 વિસ્તારોને હોટસ્પોટ તરીકે અલગ તારવામાં આવ્યા છે. જેમાં શિમલા હિલ સૌથી વધુ પ્રભાવિત છે. આ લોકડાઉન 1 નવેમ્બરથી લાગુ થશે. પંજાબ પર્યાવરણ સંરક્ષણ એજન્સીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડો. ઈમરાન હામિદ શેખે ગ્રીન લોકડાઉન માટે નોટિફિકેશન જાહેર કરી હતી. જેમાં ડેવિસ રોડ, એગર્ટન રોડ, ડૂરંડ રોડ, કાશ્મીર રોડ, એબટ રોટ, શિમલા હિલથી ગુલિસ્તાન સિનેમા સુધીનો રોડ, એમ્પ્રેસ રોડ, શિમલા હિલથી રેલવે હેડક્વાર્ટર અને ક્વિન મેરી રોડ સહિતના વિસ્તારોને પ્રદુષણ માટે હોટસ્પોટ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આ ચીજો પર પ્રતિબંધનો નિર્ણય 

ગ્રીન લોકડાઉન હેઠળ, શિમલા હિલની એક કિલોમીટર વિસ્તારમાં તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોમર્શિયલ જનરેટર, કિંગકી મોટરસાયકલ અને રિક્ષાના ઉપયોગ પર પ્રતિબંધ છે અને રાત્રે 8 વાગ્યા પછી ખુલ્લી બાર્બેક્યુ પર પ્રતિબંધ છે. યોગ્ય ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલી વિના ચારકોલ, કોલસો અથવા લાકડાનો ઉપયોગ કરતા ફૂડ આઉટલેટ્સ બંધ કરવા આદેશ આપ્યો છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં માર્કીઝ અને મેરેજ હોલ બંધ કરવાનો આદેશ છે.

લાહોર સરકારનો ગ્રીન માસ્ટર પ્લાન

મરિયમ ઔરંગઝેબે કહ્યું કે સરકાર લાહોર ગ્રીન માસ્ટર પ્લાનના ભાગરૂપે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરની આસપાસ "ગ્રીન રિંગ" સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. તે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઓક્સિજનનું સ્તર વધારવા માટે વૃક્ષોની દિવાલ બનાવશે. તેમણે કહ્યું કે સરકાર પર્યાવરણીય ઉલ્લંઘનો પર પણ કડક કાર્યવાહી કરી રહી છે અને બે ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે અને કુલ 200,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગની ચમક ઘટી, સુરતના વેપારીઓએ બોનસમાં ફ્લેટ-કાર નહીં પણ એરફ્રાયરમાં પતાવ્યું

ધૂળ ઘટાડવાનાં પગલાં

આ ઉપરાંત, રસ્તાઓ પરની ધૂળ ઘટાડવા માટે રેતી અને માટી વહન કરતી ટ્રોલીઓને હવે કવરનો ઉપયોગ કરવો જરૂરી છે, જ્યારે 296 વાહનોને કુલ 592,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 102 વાહનોને સીલ કરવામાં આવ્યા હતા. પ્રદૂષણને વધુ ઘટાડવા માટે લાહોરમાં 30 ઈલેક્ટ્રિક બસો અને ઈ-બાઈક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પંજાબ સેફ સિટી ઓથોરિટીએ વધુ પડતા ધુમાડાનું ઉત્સર્જન કરતા વાહનો માટે ઈ-ચલણ પણ જારી કર્યું છે.

મુખ્યમંત્રી મરિયમ નવાઝે શું કહ્યું?

દરમિયાન, પંજાબના સિનિયર મિનિસ્ટર મરિયમ નવાઝ શરીફે પ્રદૂષણનો સામનો કરવા માટે ભારતીય પંજાબને સહકાર આપવાની તૈયારી દર્શાવી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આ મુદ્દો રાજકીયને બદલે માનવતાવાદી છે. હું ભારતના પંજાબના સીએમને પત્ર લખવાનું વિચારી રહી છું કે આ એક માનવીય મુદ્દો છે અને રાજકીય મુદ્દો નથી, જેના પર અમે પગલાં પણ લઈ રહ્યા છીએ. પવનને ખબર નથી કે વચ્ચે એક રેખા છે. જ્યાં સુધી બંને પંજાબ બંને પક્ષોની ભલાઈ માટે સંયુક્ત પગલાં નહીં લે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરી શકશે નહીં.

દિવાળીએ લાહોરમાં ગ્રીન લૉકડાઉન લગાવાયું, મરિયમ નવાઝની સરકારે કેમ લીધો આ નિર્ણય? 2 - image


Google NewsGoogle News