CAAના ભરપૂર વખાણ કરનારી મેરી મિલબેન કોણ છે, જેણે PM મોદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા
મેરી મિલબેન હોલીવુડની એક પ્રખ્યાત એક્ટર અને સિંગર છે.
મેરી મિલબેને પીએમ મોદી અને પ્રવાસી મજૂરોની હાજરીમાં રાષ્ટ્રગીત ગાયું હતું.
Mary Millben Praises PM Modi For CAA: લોકસભા ચૂંટણી 2024 પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નવા કાયદાનું કેટલાક લોકો સ્વાગત કરી રહ્યા છે, તો કેટલાક લોકો એવા છે જેમણે CAAની આડમાં ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આ લિસ્ટમાં ભોજપુરી સિંગર નેહા સિંહ રાઠોડનું નામ પણ સામેલ છે. આ દરમિયાન વિદેશની મશહુક અભિનેત્રી મેરી મિલબેને(Mary Millben) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી છે અને આ સાથે CAA કાયદાના પણ વખાણ કર્યા છે. ચાલો જાણીએ કે આ મેરી મિલબેન કોણ છે, જે તેની એક ટ્વીટને કારણે હાલમાં ખૂબ ચર્ચામાં આવી છે.
મેરી મિલબેન કોણ છે?
મેરી મિલબેન હોલીવુડની એક પ્રખ્યાત એક્ટર અને સિંગર છે. તે એક ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે, તેમની માતા અલ્થિયા મિલબેન છે, જેમણે પેન્ટેકોસ્ટલ સંગીત પાદરી તરીકે પોતાની સેવાઓ આપી હતી. મેરી ત્રણ બહેનો અને એક ભાઈ છે. મેરી મિલબેનને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તેણે પાંચ વર્ષની ઉંમરમાં જ સિંગિંગમા કરિયર બનાવવાનું શરૂ કરી હતી. આ સિવાય તેણે ઓક્લાહોમા સિટીના વાઈલ્ડવુડ ક્રિશ્ચિયન ચર્ચમાં બાળકો સાથે પણ ગીતો ગાયા છે. સિંગરે તેનું પ્રાથમિક શિક્ષણ સિટી હાઈસ્કૂલમાંથી મેળવ્યું છે.
પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા
મેરી મિલબેન એ સમયે ખૂબ ચર્ચામાં આવી, જ્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. આ વાત ત્યારની છે, જ્યારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતનું રાષ્ટ્રગીત 'જન-ગણ-મન' ગવાયું હતું. તે દરમિયાન મેરી મિલબેને પીએમ મોદી અને પ્રવાસી મજૂરોની હાજરીમાં રાષ્ટ્રગીત ગાયું હતું. આ દરમિયાન તેમણે પીએમ મોદીને 'નમસ્તે' કહીને સ્વાગત કર્યું હતું. આટલું જ નહીં તેમણે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. તે સમયનો તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.