લાશો ભેગી કરતાં ત્રણ દિવસ લાગ્યા: આ દેશમાં અલ કાયદાએ 600 લોકોનો કર્યો હતો નરસંહાર
Image Source: Twitter
Burkina Faso: પશ્ચિમી આફ્રિકાના બુર્કિના ફાસોના બરસાલોઘો શહેરમાં ઓગષ્ટમાં અલ કાયદા સાથે જોડાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવેલા હુમલામાં થોડા જ કલાકોની અંદર લગભગ 600 લોકોનો નરસંહાર કર્યો હતો. આ મૃતકોમાં વધારે પડતા બાળકો અને મહિલાઓ સામેલ હતા. 24 ઓગસ્ટના રોજ બરસાલોઘોના રહેવાસીઓને ખાઈ ખોદતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. પશ્ચિમી દેશમા ઈતિહાસમાં આ સૌથી ભયાનક હુમલામાંથી એક હતો. હકીકતમાં અલ કાયદાએ આતંકવાદ વિરુદ્ધ સેનાનું સમર્થન ન કરવાની ચેતવણી આપી હતી.
એક જ ઝટકામાં 600 લોકોના મોત
માલીના અલ કાયદાથી સબંધિત અને બુર્કિના ફાસોમાં સક્રીય જમાત નુસરત અલ-ઈસ્લામ-વાલ-મુસ્લિમીન (JNIM)ના સદસ્યોએ બાઈક પર બરસાલોઘોના બાહરી વિસ્તારમાં ઘૂસતા જ ગ્રામીણોને ગોળી મારી દીધી હતી. સંયુક્ત રાષ્ટ્રએ લગભગ 200 લોકોના મોતનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ જેએનઆઈએમ એ દાવો કર્યો છે કે, અમે 300 લડાકુઓને ઠાર કરી દીધા છે. ફ્રાંસીસી સરકારે શુક્રવારે સુરક્ષા મૂલ્યાંકનનો હવાલો આપતા 600 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
લોકોએ સંભળાવી આપવીતી
એક વ્યક્તિએ આ હુમલા અંગે મીડિયા સાથે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, હું એ લોકોમાં સામેલ હતો, જેમને સેનાએ ખાઈ ખોદવા માટે કહ્યું હતું. જ્યારે સવારે 11:00 વાગ્યે મેં પહેલી વખત ગોળીનો અવાજ સાંભળ્યો ત્યારે હું શહેરથી 4 કિમી દૂર હતો. મેં મારો જીવ બચાવવા માટે ખાઈમાં ક્રોલ કરવાનું શરૂ કર્યું. એવું લાગી રહ્યું હતું કે, હુમલાખોરો ખાઈનો પીછો કરી રહ્યા હતા, તેથી હું ખાઈમાંથી બહાર આવ્યો અને ખૂનથી લથપથ પીડિત પાસે ગયો. તે સમયે ચારેય બાજુ લોહી જ લોહી હતું. ચારેય બાજુથી ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. હું ઝાડીઓમાં પેટના બળે સૂતો રહ્યો. હું બપોર સુધી ત્યાં જ છુપાયેલો રહ્યો.
હુમલામાં પોતાના બે સભ્યો ગુમાવનાર પીડિતે કહ્યું કે જેએનઆઈએમએ બધાને મારી નાખ્યા. ત્રણ દિવસ સુધી અમે મૃતદેહો એકત્ર કરતા રહ્યા. દરેક જગ્યાએ લોકો ચીસો પાડી રહ્યા હતા. અમે ડરી ગયા હતા. જમીન પર એટલી બધી લાશો પડી હતી કે તેને દફનાવવી મુશ્કેલ હતી.
સ્થાનિક લોકોને સેના દ્વારા શહેરની ચારે બાજુ એક વિશાળ ખાઈ ખોદવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનાથી તેમને જેહાદીઓ દ્વારા બચાવી શકાય. જેએનઆઈએમએ નાગરિકોને આતંકવાદ વિરુદ્ધ સેનાનું સમર્થન ન કરવાની ચેતવણી આપી હતી. તમને જણાવી દઈએ કે 2015ના સંઘર્ષ બાદથી બુર્કિના ફાસોમાં 20,000થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે લગભગ 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે.