VIDEO: નાટો બેઠક પહેલા પુતિનનું કારસ્તાનઃ યુક્રેનમાં બાળકોની હોસ્પિટલ પર રશિયાનો મિસાઈલ હુમલો, 20 મોત

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Russia-Ukraine War


Russia-Ukraine War : વોશિંગ્ટનમાં આવતીકાલ (9 જુલાઈ)થી ત્રણ દિવસીય નાટો શિખર સંમેલન (NATO Summit, Washington) યોજાવાનું છે, જોકે તેના એક દિવસ પહેલા એટલે કે આજે (8 જુલાઈ) રશિયન સેનાએ યુક્રેનના કીવ સહિત અનેક શહેરોમાં મિસાઈલથી હુમલા કરતાં 20થી વધુ લોકોના મોત થયા છે.

યૂક્રેનના બે શહેરમાં હુમલામાં 30ના મોત

અધિકારીઓના જણાવ્યા મુજબ રશિયાએ પહેલા યુક્રેનની રાજધાની કીવમાં બાળકોની હોસ્પિટલને નિશાન બનાવતા સાત લોકોના મોત થયા છે. જ્યારે ક્રિવી રિહ શહેરમાં અન્ય હુમલામાં 10 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ વ્લોડોમીર જેલેસ્કી (Volodymyr Zelenskyy)એ આ હુમલાની કડક ટીકા કરી છે. ઉલ્લેખનીય છે કે, નાટો શિખર સંમેલન યોજાય તે પહેલા રશિયા નાટોમાં સામેલ દેશોને પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

VIDEO: નાટો બેઠક પહેલા પુતિનનું કારસ્તાનઃ યુક્રેનમાં બાળકોની હોસ્પિટલ પર રશિયાનો મિસાઈલ હુમલો, 20 મોત 2 - image

યૂક્રેનના પાંચ શહેરો પર મિસાઈલ ફેંકાઈ

જેલેસ્કીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, રશિયન સેનાએ યૂક્રેનના પાંચ શહેરો પર 40થી વધુ મિસાઈલ મારો કર્યો છે. તેઓએ એપાર્ટમેન્ટ અને જાહેર વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોએ કહ્યું કે, રશિયાએ સોમવારે કરેલા હુમલામાં 20 લોકોના મોત અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : અમેરિકન રાજકારણના મોટા સમાચારઃ બાઈડેન ઢીલા પડશે, તો ભારતીય મૂળની આ મહિલા ટ્રમ્પને હંફાવશે

કીવમાં બાળકોની હોસ્પિટલ પર હુમલો

રશિયાએ કરેલા હુમલા અંગે યૂક્રેનની વાયુ સેનાએ કહ્યું કે, ‘રશિયાએ કિન્જાલ હાઈપરસોનિક મિસાઈલોથી કિવ પર હુમલો કર્યો છે. આ મિસાઇલો રશિયાના સૌથી આધુનિક હથિયારોમાં સામેલ છે. આ મિસાઈલની અન્ય મિસાઈલોની સરખામણીમાં 10 ગણી વધુ ઝડપથી ઉડે છે અને તેના કારણે કોઈપણ દેશ માટે આ ખતરનાક મિસાઈલને રોકવી મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો : ઈઝરાયલના સૈન્યની ક્રૂરતાં, ગાઝામાં સ્કૂલ પર કર્યા હવાઈ હુમલા, 16 લોકોનાં મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત

મોદી-પુતિનની બેઠક પહેલા યુક્રેનમાં બોંબમારો

બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (8 જુલાઈ) રશિયા અને ઓસ્ટ્રિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન (India-Russia Summit)માં ભાગ લેશે. ત્યારબાદ તેઓ 9 જુલાઈએ ઓસ્ટ્રિયા જવા રવાના થશે.


Google NewsGoogle News