પાકિસ્તાનમાં અનેક હિન્દુ મંદિરોને ધ્વસ્ત કરાયાં, UNESCOના વારસાને પણ નિશાન બનાવાયાનો દાવો
સિંધ પ્રાંતમાં હિંગળાજ માતાના મંદિરને ધ્વસ્ત કરાયાનો દાવો
હજુ કોઈ સરકારી નિવેદન ભારત કે પાકિસ્તાન તરફથી આવ્યું નથી
image : Wikipedia |
Hindu Temple Demolished in pakistan | પાકિસ્તાનમાં હિન્દુ મંદિરને તોડી પાડવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર સિંધ પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતાના મંદિરને તાજેતરમાં જ ધ્વસ્ત કરી દેવાયું. પાકિસ્તાનમાં UNESCOથી માન્યતા પ્રાપ્ત સ્થળને પણ નિશાન બનાવાયાની માહિતી મળી રહી છે. હાલ પાકિસ્તાન સરકાર કે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
શારદા પીઠ માતાના મંદિરને પણ નિશાન બનાવાયાના અહેવાલ
એક અહેવાલ અનુસાર મીઠી શહેરમાં આવેલા હિંગળાજ માના મંદિરને ધ્વસ્ત કરાયું અને અધિકારીઓએ તેની પાછળ કોર્ટનો આદેશ હોવાનો હવાલો આપ્યો હતો. સાથે જ રિપોર્ટ અનુસાર એલઓસી નજીક શારદા પીઠ માતાના મંદિરને પણ તોડી પડાયાની જાણકારી મળી છે. હાલ તેના પર કોઈ સત્તાવાર નિવેદન તો આવ્યું નથી.
સુપ્રીમકોર્ટે બચાવવા આદેશ આપ્યો હતો છતાં...
ખાસ વાત એ છે કે શારદા પીઠને બચાવવાને લઈને સુપ્રીમકોર્ટ તરફથી આદેશ જાહેર કરાયો હતો. આ મંદિર UNESCO તરફથી માન્યતા પ્રાપ્ત સ્થળ છે. સંકેત મળી રહ્યા છે કે મંદિરની પાસે કોફી હાઉસનું નિર્માણ કરાયું છે. જેનું આ નવેમ્બરમાં ઉદઘાટન થશે. સરકારી સૂત્રો દાવો કરે છે કે હિન્દુઓ પર થતા અત્યાચાર પાકિસ્તાન સુધી જ મર્યાદિત નથી. અહીં સમુદાયના લોકોએ હત્યા, જમીનો પર કબજો, ટારગેટ કિલિંગ જેવા પડકારોનો પણ સામનો કરવો પડે છે.