અમેરિકાથી ઘણાં ગભરાયેલા છે, પણ અમે નહીં: ટ્રમ્પ-PM મોદી વચ્ચે વાતચીત બાદ જયશંકરનું નિવેદન
Image: X
Jaishankar on India America Relations: વિદેશ મંત્રી એસ.જયશંકરે તાજેતરમાં જ એક વખત ફરી ભારત-અમેરિકા સંબંધોને લઈને પોતાનો મત રજૂ કર્યો. જયશંકર મુંબઈમાં આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ કાર્યક્રમના રજત જયંતી સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, 'મને ખબર છે કે આજે ઘણાં બધા દેશ અમેરિકાથી ગભરાયેલા છે, આ વિશે ઈમાનદારીથી વાત કરો. અમે તેમાંથી એક નથી.‘ રસપ્રદ વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે પહેલા ત્રણ લોકોમાંથી એક હતા જેમના કોલનો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: વાત-વાતમાં ટ્રમ્પે પુતિનને બતાવી અમેરિકાની તાકાત, ચૂંટણી બાદ કર્યો ફોન કોલ, યુક્રેન મુદ્દે કરી ચર્ચા
એસ.જયશંકરે કહ્યું કે વિશ્વ ભારતની કહાનીના વખાણ કરી રહ્યું છે
વડાપ્રધાન મોદીએ હકીકતમાં અમેરિકાના ઘણા રાષ્ટ્રપતિઓ સાથે તાલમેલ સાધ્યો છે. જે રીતે તેઓ આ સંબંધોને બનાવે છે, તે સ્વાભાવિક છે. સમગ્ર વિશ્વ ભારતની કહાનીના વખાણ કરી રહ્યું છે. આર્થિક નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું હકીકતમાં સમકાલીન સમયમાં ભારતની વિદેશ નીતિમાં મુખ્ય પરિવર્તન બની ગયુ છે, જેનો હેતું રાષ્ટ્રીય સુરક્ષા નક્કી કર્યા સિવાય રાષ્ટ્રીય વિકાસને આગળ વધારવાનો છે.
મોટા દેશોમાં આત્મનિર્ભરતા હોવી જ જોઈએ
ભારતીય વિદેશ મંત્રીએ આત્મનિર્ભર ભારત પર જોર આપતાં કહ્યું, 'અમે હવે એકબીજાને માત્ર સૈન્ય ક્ષમતાઓ કે રાજકીય પ્રભાવથી માપતાં નથી પરંતુ ટેકનોલોજી શક્તિ, આર્થિક લચીલાપણું, માનવ સર્જનાત્મકતા અને સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખીએ છીએ. કોઈ પણ રાષ્ટ્ર હકીકતમાં એક પરિમાણીય પદ્ધતિથી વિકાસ કરી શકતું નથી. મોટા દેશો, ખાસ કરીને આપણા જેવા દેશોને અમુક પાયાની આત્મનિર્ભરતા તો હોવી જ જોઈએ.'
બદલાતી તકોની વાત કરતા જયશંકરે કહ્યું કે 'આ ભારત માટે એક તક છે. એક શ્રેષ્ઠ શિક્ષિત, કુશળ અને આત્મવિશ્વાસુ ભારતીય પેઢીની પાસે એવી તક હશે, જેના વિશે પહેલા વિચારી શકાતું નથી. હકીકતમાં વિદેશી સરકારો અને કોર્પોરેટ્સની સાથે મારી વાતચીતમાં ભારતીય પ્રતિભાઓમાં રૂચિ કદાચ સૌથી વધુ વખત સામે આવનારી થીમ છે.'