Get The App

મનમોહનસિંહ સાચા રાજપુરૂષ હતા : ઈંડીયા-યુએસ સંબંધો મજબૂત કરવામાં તેઓનું મહત્વનું પ્રદાન હતું

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
મનમોહનસિંહ સાચા રાજપુરૂષ હતા : ઈંડીયા-યુએસ સંબંધો મજબૂત કરવામાં તેઓનું મહત્વનું પ્રદાન હતું 1 - image


- પ્રમુખ જો બાયડેને મનમોહનસિંહને અર્પેલી ભાવાંજલિ

- તેઓમાં વ્યૂહાત્મક દ્રષ્ટિ હતી, રાજકીય ઈચ્છા શક્તિ હતી ક્વોડની રચનામાં તેઓનું પ્રદાન મહત્વનું હતું : જો બાયડેન

વોશિંગ્ટન : પ્રમુખ જો બાયડેને એક શોક સંદેશ દ્વારા ડો. મનમોહનસિંહના કુટુંબીજનો ગહન આશ્વાસન આપ્યું હતું. તે સંદેશામાં તેઓએ મનમોહનસિંહને એક સાચા અને સફળ રાજપુરૂષ તરીકે બિરદાવતાં કહ્યું, તેઓમાં વ્યૂહાત્મક દ્રષ્ટિ હતી. સાથે તેના અમલ માટે રાજકીય ઈચ્છા શક્તિ પણ હતી. તેઓ ભારત-અમેરિકા-સંબંધોને અસામાન્ય ઉંચાઈ સુધી લઈ ગયા હતા.

ડો. સિંહની સિધ્ધિઓને બિરદાવતાં પ્રમુખ બાયડેને કહ્યું હતું કે, જિલ અને હું, ભારતને તેના મુશ્કેલ સમયમાંથી બહાર લાવનાર મનમોહનસિંહને શ્રધ્ધાંજલિ અર્પીએ છીએ અને (તેઓનાં પત્ની) ગુરૂશરણ કૌર તથા તેઓનાં ત્રણે સંતાનોને આશ્વાસન પાઠવીએ છીએ.

જો બાયડેને ભારતના જનસામાન્ય તથા સરકાર પ્રત્યે અમારા ઊંડા અંતરથી આશ્વાસનો તેઓએ અમેરિકા-ભારત સિવિલ-ન્યુક્લિયર એગ્રીમેન્ટ કરાવ્યો તેટલું જ નહીં પરંતુ 'ક્વોડ'ની રચના કરવામાં આવી ત્યારે તેઓએ તે માટે અતિ મહત્વનું પ્રદાન કર્યું હતું.

ડૉ. સિંહને મળવાની મને બે વખત તક મળી હતી. પહેલી વખત ૨૦૦૮માં હું જ્યારે સેનેટની ફોરેન રીલેશન્સ કમિટીનો ચેરમેન હતો ત્યારે, અને બીજી વખત હું વાઈસ પ્રેસિડેન્ટ હતો ત્યારે, ૨૦૦૯માં મનમોહનસિંહ અમેરિકા આવ્યાં તે સમયે તેઓને મળવાની મને તક મળી હતી. તે પછી ૨૦૧૩માં હું નવી દિલ્હીની મુલાકાતે જિલ સાથે ગયો હતો ત્યારે તેઓએ મારી સાથે ગહન મંત્રણાઓ કરી હતી અને અમારો ભવ્ય આદર સત્કાર પણ કર્યો હતો તેમ પ્રમુખ બાયડેને તેઓના શોક સંદેશામાં જણાવ્યું હતું.


Google NewsGoogle News