33 કરોડ રૂપિયા જીત્યાનો આનંદ સહન ન થતાં હાર્ટએટેક આવ્યો, કેસિનોમાં બનેલી ઘટનાનો VIDEO વાયરલ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Singapore Casino Jackpot


Singapore Casino Jackpot: સિંગાપોરના કેસિનોમાં એક વ્યક્તિએ 32 લાખ પાઉન્ડ એટલે કે 33 કરોડ રૂપિયા જીત્યા હતા. આટલી મોટી રકમ જીત્યા બાદ તે પોતાની આનંદની લાગણીને રોકી શક્યો નહીં. ખુશી એટલી હદે વધી ગઈ કે તેને હાર્ટએટેક આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો

અહેવાલો અનુસાર સિંગાપોરના એક કસિનોમાંથી એક વ્યક્તિ 33 કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો હતો. આ જેકપોટ જીત્યા બાદ તે ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો હતો. જેકપોટ જીતતાની સાથે જ હવામાં કૂદવાનું શરૂ કર્યું હતું અને અચાનક જ તે બેભાન થઈને જમીન પર પડ્યો. આ દરમિયાન કેસિનોમાં હાજર લોકો અને કર્મચારીઓમાં હોબાળો મચી ગયો હતો. આ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. 

આ પણ વાંચો: સિગારેટનું વ્યસન ધરાવતા શખ્સના ગળામાં અચાનક વાળ ઉગવા લાગ્યા? અસાધારણ કિસ્સો

અગાઉ એક મહિલા 8.7 કરોડ રુપિયાનો જેકપોટ જીતી હતી

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ માર્ચમાં 61 વર્ષીય મહિલા પણ માર્ચમાં સ્ક્રેચ ઓફની ટિકિટ ખરીદ્યા પછી 8.7 કરોડ રુપિયાનો જેકપોટ જીતી હતી. તેણે આઈનામ જીત્યાના થોડા સમય પછી તેના પતિને ગુમાવ્યો હતો.

33 કરોડ રૂપિયા જીત્યાનો આનંદ સહન ન થતાં હાર્ટએટેક આવ્યો, કેસિનોમાં બનેલી ઘટનાનો VIDEO વાયરલ 2 - image



Google NewsGoogle News