Get The App

Video : સેફ્ટી વગર 47 માળની બિલ્ડિંગ પર ચઢી ગયો 'સ્પાઈડરમેન', વીડિયો થયો વાયરલ

ફ્રેન્ચ સ્પાઈડરમેનના નામે જાણીતો એક શખસ ફિલિપાઈન્સનું સમર્થન કરવા માટે એક ઉંચી ઈમારત પર ચઢી ગયો હતો

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
Video : સેફ્ટી વગર 47 માળની બિલ્ડિંગ પર ચઢી ગયો 'સ્પાઈડરમેન', વીડિયો થયો વાયરલ 1 - image

લોકો કોઈને સમર્થન આપવા શું કરી શકે છે. તેની સાથે ઊભા રહી શકે છે, તેની સાથે વિરોધમાં ઊભા રહી શકે છે.  અથવા તો સોશિયલ મીડિયા દ્વારા લોકો પાસે સમર્થનની અપીલ કરી શકે છે.  આ તો અમે તમને કહ્યું લોકો કોઈના સમર્થનમાં શું શું કરી શકે છે. પરંતુ ક્યારેક લોકો એવું કરી દેતા હોય છે કે જેના કારણે તે આખી દુનિયાની નજરમાં આવી જાય છેચ. આવો જ એક વીડિયો ફિલિપાઈન્સથી હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જ્યાં ફ્રેન્ચ સ્પાઈડરમેનના નામે મશહુર એક શખસ ફિલિપાઈન્સના સમર્થનમાં એક ઊંચી ઈમારત પર ચઢી ગયો છે. સોશિયલ મીડિયા પર હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જ્યાં ફ્રેન્ચ સ્પાઈડર મેનના નામે જાણીતો એક શખસ ફિલિપાઈન્સનું સમર્થન કરવા માટે એક ઉંચી ઈમારત પર ચઢી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

47 માળની ઊંચી ઈમારત પર ચઢ્યો આ સ્પાઈડરમેન

દક્ષિણ ચીન સમુદ્રમાં એક જગ્યાને લઈને ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને ફ્રાંસ સ્પાઈડર મેન નામના આ જાણીતા એલન રોબર્ટ નામનો એક શખસ રજધાની મનીલામાં બનેલી એક ઊંચી ઈમારત પર ચઢી ગયો હતો. ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં આ વ્યક્તિ કોઈ પણ જાતની સુરક્ષા વગર 47 માળની ઊંચી ઈમારત પર ચઢી ગયો હતો. તેને જોવા માટે ત્યાંના સ્થાનિક લોકો તેમજ હાજર રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે પછી સ્થાનિક અધિકારીઓએ ફ્રેન્ચ સ્પાઈડર મેન તરીકે ઓળખાતા આ વ્યક્તિને પકડી લીધો અને દંડ પણ ફટકાર્યો. 

તે ભાગ અને ટાપુ પર ફિલિપાઈન્સનો અધિકાર છે: ફ્રેન્ચ સ્પાઈડરમેન

સ્થાનિક અધિકારીએ આ ફ્રેન્ચ સ્પાઈડરમેનને પકડ્યા બાદ તેને આમ કરવા વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, એલન રોબર્ટે કહ્યું કે, 'ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે સમુદ્રને લઈને ચાલી રહેલા વિવાદ ચાલી રહ્યો છે, તે ભાગ અને ટાપુ પર ફિલિપાઈન્સનો અધિકાર છે અને આજે મેં તેના સમર્થન માટે આ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 


Google NewsGoogle News