Get The App

સુપ્રીમ કોર્ટમાં એક પછી એક બે બોમ્બ ધડાકા, બ્રાઝિલમાં મચ્યો ખળભળાટ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટમાં એક પછી એક બે બોમ્બ ધડાકા, બ્રાઝિલમાં મચ્યો ખળભળાટ 1 - image


Brazil Supreme Court Bomb Attack: બ્રાઝિલની સુપ્રીમ કોર્ટની બહાર એક-પછી એક બે બોમ્બ ધડાકા થતાં અફરાતફરી મચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બ્રાઝિલમાં સુપ્રીમ કોર્ટની બહાર એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની બહાર સ્થિત એક સ્ટેચ્યુ પર બોમ્બ ફેંક્યો હતો. પરંતુ તે બોમ્બ પાછો ઉછળીને તેની પાસે જ આવતાં તેમાં તેનું મોત થયુ હતું. આ સિવાય અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી. આ સિવાય સંસદના પાર્કિંગમાં પણ બોમ્બ ધડાકો થયો હતો.

બ્રાઝિલના સુપ્રીમ કોર્ટે જણાવ્યા પ્રમાણે સેશન પૂર્ણ થયા બાદ સાંજે લગભગ સાડા સાત વાગ્યે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ બોમ્બ ધડાકો થતાં જ કોર્ટમાં હાજર ન્યાયાધીશો, કર્મચારીઓ અને તમામ લોકો તુરંત કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા.



સંસદના પાર્કિંગમાં કારમાં હુમલો

બ્રાઝિલના લેફ્ટન્ટ ગવર્નર સેલિનો લિયોએ જણાવ્યું હતું કે, સંદિગ્ધે પહેલાં સંસદના પાર્કિંગમાં એક કાર હુમલો કર્યો હતો. પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્પીકર આર્થર લીરા અનુસાર, લીઓએ આ હુમલા બાદ જોખમોથી બચવા માટે ગુરૂવારે સંસદનું બપોરનું સેશન રદ કરવાની સલાહ આપી હતી. જેના લીધે મોટી જાનહાનિ ટળી હતી. 

20 સેકન્ડના અંતરાલ પર થયો બીજો હુમલો

બ્રાઝિલિયાના થ્રી પાવર્સ પ્લાઝામાં સુપ્રીમ કોટની બહાર લગભગ 20 સેકન્ડના અંતરે વિસ્ફોટ થયો હતો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડા દિવસ પહેલાં બ્રાઝિલના મેસિયોમાં એક ઘર પર હુમલો થયો હતો. જેમાં 10 વર્ષીય બાળક સહિત 3 લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતાં. આ વિસ્ફોટના લીધે 2 માળની ઈમારત સંપૂર્ણપણે બળીને ખાખ થઈ હતી. જેમાં 20 એપાર્ટમેન્ટ હતા. 

સુપ્રીમ કોર્ટમાં એક પછી એક બે બોમ્બ ધડાકા, બ્રાઝિલમાં મચ્યો ખળભળાટ 2 - image


Google NewsGoogle News