પેરિસમાં રશિયા માટે જાસૂસી કરતો હતો શખ્સ, ઓલિમ્પિકસમાં ભાંગફોડ કરવાનો આરોપ
ઓલિમ્પિક પહેલા ૧૦ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
૩૦ હજાર પોલીસ અધિકારી અને પોલીસકર્મી પેરિસના રસ્તા પર પહેરો ભરશે.
પેરિસ, ૨૫ જુલાઇ,૨૦૨૪,ગુરુવાર
વિશ્વનો રમત કુંભ ગણાતા પેરિસ ઓલિમ્પિકની શરુઆત પર દુનિયાની નજર મંડાયેલી છે. દુનિયાના ૨૦૬ દેશોના ૧૦ હજારથી વધુ એથલેટ ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચ્યા છે. ફ્રાંસ પર આ ખેલાડીઓની સુરક્ષાની જવાબદારી છે આવા સંજોગોમાં પેરિસમાં રહેતા એક રશિયન જાસૂસની ધરપકડ કરી છે.આ રશિયન નાગરિક પર પેરિસ ઓલમ્પિકમાં અવરોધ ઉભો કરવાની સાજીસનો આરોપ છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ૪૦ વર્ષનો રશિયન નાગરિક પેરિસના વિધાલયમાં પ્રશિક્ષિત એક પૂર્વ રિયાલિટી ટીવી સ્ટાર છે. ઓલિમ્પિક ઉધ્ધાટનમાં સમારોહમાં વિધ્ન ઉભા કરવા માટે ૨૧ જુલાઇએ ગિરફતાર કરવામાં આવ્યો હતો.યુરોપિય જાસુસી સેવાઓનું માનવું છે કે એફએસબીની કમાન તરીકે કામ કરતી એક એ વિશેષ સેવા શાખાનો નકશો તેના ઘરેથી મળ્યો હતો. ઇન્ટેલિજન્સે બે મહિના પહેલા ઘરપકડ કરાયેલી વ્યકિતને રશિયાની જાસુસી સંસ્થાના એક માણસ સાથે વાત કરતા સાંભળ્યો હતો.
શંકાસ્પદે કહયું હતું કે ફ્રાંસ એક એવા ઉદઘાટન સમારોહનું આયોજન કરી રહયું છે કે જે અગાઉ કયારેય થયું નથી. ૨૩ જુલાઇના રોજ ફ્રાંસ સાથે શત્રુતા ભડકાવવામા આરોપ હેઠળ ન્યાયિક તપાસની શરુઆત થઇ છે. જો આરોપો ખરા સાબીત થશે તો ૩૦ વર્ષની જેલ થશે.
માઇક્રોસોફટની ગત મહિને ફ્રાંસની જાસુસી એજન્સીને માહિતી આપી હતી કે રશિયા ઓલિમ્પિકથી જોડાયેલી કેટલીક ફેંક વેબસાઇટ ચલાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની મદદથી હિંસા અને આતંક ફેલાવવાની કોશિષ કરી રહી છે.આથી જ તો ફ્રાંસે પેરિસ ઓલિમ્પિક પહેલા ૧૦ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર પેરિસમાં ઓલિમ્પિક દરમિયાન ૩૦ હજાર પોલીસ અધિકારી અને પોલીસકર્મી પેરિસના રસ્તા પર પહેરો ભરશે.