Get The App

ભારત સાથે માલદીવની શત્રુતાએ 14 વર્ષના છોકરાનો ભોગ લીધો, મુઈજ્જુ સરકારની હઠ ભારે પડી!

મુઈજ્જુ સરકારે મેડિકલ ઇમરજન્સીમાં ભારતીય વિમાનના ઉપયોગની મંજૂરી ન આપતાં 14 વર્ષના છોકરાનું મોત

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
ભારત સાથે માલદીવની શત્રુતાએ 14 વર્ષના છોકરાનો ભોગ લીધો, મુઈજ્જુ સરકારની હઠ ભારે પડી! 1 - image


Maldives News | ભારતીય સેનાની એક નાની ટુકડી માલદીવમાં છેલ્લા ઘણા સમયથી તહેનાત છે. ત્યાંની પૂર્વ સરકારની અપીલ પર ભારતે દરિયાઈ સુરક્ષા અને ઈમરજન્સી બચાવ કામગીરીમાં મદદ માટે સૈનિકો તહેનાત કર્યા હતા. પરંતુ હવે માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ આ સૈનિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ દરમિયાન શનિવારે માલદીવમાં એક 14 વર્ષીય છોકરાનું કથિત રીતે મૃત્યુ થયું કારણ કે મુઈજ્જુએ તેને એરલિફ્ટ કરવા માટે ભારત દ્વારા આપવામાં આવેલા ડોર્નિયર એરક્રાફ્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હોવાનો દાવો કરાયો છે. 

છોકરાને હતું બ્રેઈન ટ્યુમર... 

માહિતી મુજબ આ છોકરાને બ્રેઈન ટ્યુમર હતું અને તેને સ્ટ્રોક આવ્યા બાદ તેની હાલત ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ તેના પરિવારે તેને ગેફ અલિફ વિલિંગિલીમાં તેના ઘરેથી રાજધાની માલે લઈ જવા માટે એર એમ્બ્યુલન્સની માગ કરી હતી. અહેવાલ અનુસાર પરિવારનો આરોપ છે કે સત્તાવાળાઓ તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફરની વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા સાંપડી હતી. 

હેલ્થકેરમાં માલદીવ શું નિર્ણય લેશે?

માલદીવના મીડિયા સાથેની વાતચીતમાં પીડિતના પિતાએ કહ્યું કે અમે સ્ટ્રોક પછી તરત જ તેને માલે લઈ જવા માટે આઇલેન્ડ એવિયેશનને ફોન કર્યો હતો, પરંતુ તેઓએ અમારા કૉલનો જવાબ આપ્યો ન હતો. તેઓએ ગુરુવારે સવારે 8:30 વાગ્યે ફોનનો જવાબ આપ્યો હતો કે આવા કેસમાં ફક્ત એક જ એર એમ્બ્યુલન્સનો જ ઉપયોગ કરી શકાય છે. 

ઈમરજન્સી છતાં 16 કલાકનો વિલંબ થતાં મોત 

ઉલ્લેખનીય છે કે આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે માલદીવના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરાયા બાદ તાજેતરમાં ભારત અને દ્વીપસમૂહ રાષ્ટ્ર વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડ્યા છે. છોકરાના મૃત્યુ પર ટિપ્પણી કરતા માલદીવના સાંસદ મિકેલ નસીમે કહ્યું લોકોએ રાષ્ટ્રપતિની ભારત પ્રત્યેની દુશ્મનાવટને સંતોષવા માટે પોતાનો જીવ આપીને કિંમત ચૂકવી રહ્યા છે. 

ભારત સાથે માલદીવની શત્રુતાએ 14 વર્ષના છોકરાનો ભોગ લીધો, મુઈજ્જુ સરકારની હઠ ભારે પડી! 2 - image


Google NewsGoogle News