શપથ લેતા જ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂએ ભારત વિરોધી વલણ અપનાવ્યું, ભારતીય સેના હટાવવા કર્યુ સૂચન
કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂ માલદીવ એક કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા
નવા નિમાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂનું ભારત વિરોધી વલણ!
માલદીવ અને ભારતના સંબંધો સતત બગડી રહ્યા છે. નવા નિમાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ સતત માલદીવથી ભારતીય સેનાને હટાવવાની વાત કહી રહ્યા છે. આ વચ્ચે માલદીવના રાષ્ટ્રપિત કાર્યાલયથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માલદીવ સરકારે સત્તાવાર રીતે ભારતને માલદીવથી પોતાના સૈન્ય કર્મચારીઓને પરત બોલાવવાની અપીલ કરી છે.
એક ન્યૂઝ એજન્સીના અનુસાર, પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈજ્જૂએ શનિવારે રાષ્ટ્રપતિ કાર્યાલયમાં ભારત સરકારના મંત્રી કિરન રિજિજૂ સાથે મુલાકાત દરમિયાન સત્તાવાર રીતે આ અપીલ કરી.
કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂ માલદીવના નવા રાષ્ટ્રપતિના એક કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા. આ અગાઉ આવા કાર્યક્રમોમાં ભારતના પ્રધાનમંત્રી પોતાની હાજરી આપતા હતા.