Get The App

ભારતથી પરત ફરતાં જ મુઇજ્જુએ લઈ લીધો મોટો નિર્ણય, રાજનીતિમાં હડકંપ મચ્યો

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
MOhammad muizzu



Maldives President Mohamed Muizzu : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ ભારત તરફથી આર્થિક સહાય લઇ પરત ફર્યા બાદ પોતાની સરકારમાં મોટો ફેરબદલ કર્યો છે. મુઇજ્જુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે માલદીવના સાત રાજ્યમંત્રી, 43 ઉપમંત્રી, 109 વરિષ્ઠ રાજકીય નિર્દેશક અને 69 રાજકીય નિર્દેશકોને સરકારમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમના મતે આમ કરવાથી સરકારી ભંડોળમાં મોટી બચત થશે અને સરકારી ખર્ચ ઘટશે.

એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી

મોહમ્મદ મુઇજ્જુએ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, 'અમે દેશમાં આર્થિક સુધાર એજન્ડા લાગુ કરવા જઇ રહ્યા છે. આ કારણસર મેં પાછલા 15 દિવસોમાં વિભિન્ન સરકારી મંત્રાલયોમાંથી કુલ 228 રાજકીય નિયુક્તિઓને તેમના પદ પરથી હટાવવાના નિર્દેશ આપ્યા છે. આનાથી સરકારી બજેટમાં દર માસ 5.714 મિલિયન રુફિયા એટલે કે માલદીવ કરન્સી (આશરે 3.14 કરોડ રૂપિયા)ની બચત થશે.' નોંધનીય છે કે, 17 નવેમ્બરથી માલદીવની સત્તા સંભાળનારા મુઇજ્જુના શાસન કાળને થોડાક દિવસોમાં એક વર્ષ પૂર્ણ થશે. તેમનો ઉદ્દેશ્ય માલદીવને નાણાકીય દેવામાંથી બહાર કાઢવાનું છે. 

આ પણ વાંચોઃ VIDEO : SCO સમિટમાં શહબાઝને મળ્યા એસ. જયશંકર, પાકિસ્તાની વડાપ્રધાને આગળ આવીને મિલાવ્યો હાથ

ભારતે આપ્યું મોટું પેકેજ

વર્લ્ડ બેંકે તાજેતરમાં જ કહ્યું હતું કે, 'માલદીવની આર્થિક હાલત સતત કથડી રહી છે. ત્યાંની અર્થવ્યવસ્થા અનેક પડકારોનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં માલદીવને તાત્કાલિક ધોરણે આર્થિક સહાયની જરૂર છે.' જે પછી મુઇજ્જુ ભારત પાસે આર્થિક સહાય માંગવા આવ્યા હતા ત્યારે ભારતે તેમને 400 મિલિયન ડોલર (આશરે રૂ. 3.36 હજાર કરોડ) નો પેકેજ આપ્યો હતો. ભારતથી પરત ફર્યા બાદ મુઇજ્જુ આર્થિક હાલાત સુધારવા માટે સતત મોટા નિર્ણયો લઇ રહ્યા છે. 

દેવામાં ડૂબ્યો માલદીવ

માલદીવનું અર્થતંત્ર હાલ કસાન અને દેવા સામે ઝઝૂમી રહ્યું છે. વિદેશી નાણાનું ભંડાર 440 મિલિયન ડોલર (આશરે રૂ. 3.69 હજાર કરોડ) સુધી ઘટી જતા તેની સામે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ છે. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવે ચીનથી મોટું ઉધાર લીધું હતું. જે કારણસર હજુ પણ માલદીવ પર ચીનનું 1.37 બિલિયન ડોલર (આશરે રૂ. 1.42 લાખ કરોડ)નું ઉધાર બાકી છે.

આ પણ વાંચોઃ ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી ટ્રુડોને શું મળશે? આંતરિક રાજકારણ અને ચૂંટણીમાં પરાજય જવાબદાર



Google NewsGoogle News