'ધમકાવવાનો લાયસન્સ અમે કોઈને નથી આપ્યો..' ચીનથી પાછા આવતા જ માલદીવના પ્રમુખે અકડ બતાવી
માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ ચીનથી પરત આવી ગયા
Maldives news | માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ ચીનથી પરત આવી ગયા છે અને આવતાની સાથે જ તેમણે અકડ બતાવતું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે કોઈને પણ ધમકાવવાનો લાયસન્સ નથી આપ્યો. અમે ભલે એક નાનું દેશ છીએ પણ તેનો અર્થ એ નથી કે કોઈ અમને ધમકાવશે.
કોઈનું નામ તો ન લીધું પણ...
ઉલ્લેખનીય છે કે માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ કોઈનું નામ તો ન લીધું પરંતુ તેમનો ઈશારો ભારત તરફ હતો તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને માલદીવ વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઇ છે.
માલદીવના મંત્રીઓએ કરી હતી વિવાદની શરૂઆત
ખરેખર તો માલદીવના એક મંત્રીએ ભારતના વડાપ્રધાન મોદી વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે લક્ષદ્વીપની મજાક બનાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે આ જગ્યાની તુલના ક્યારેય માલદીવ સાથે ન થઈ શકે. એ નિવેદન બાદથી જ ભારત તરફથી માલદીવના બહિષ્કારની શરૂઆત થઇ હતી અને જોત જોતામાં જ અનેક લોકોએ માલદીવની અનેક ટ્રિપ્સ કેન્સલ કરી દીધી હતી.