હવે માલદીવ પણ ચીનના દેવાની માયાજાળમાં ફસાઈ ગયું, IMFએ પણ આપી ચેતવણી
ચીન પાસેથી લોન લેવાના પરિણામ પાકિસ્તાન અને શ્રીલંકા ભોગવી રહ્યા છે
IMF On Maldives: માલદીને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ચીનને લઈને ચેતવણી આપી છે. ભારત સાથે સંબંધોમાં અંતર આવ્યા બાદ માલદીવ ચીન તરફ ઝૂકી રહ્યું છે અને વિકાસ કાર્યોના નામે ચીન તેને મોટી લોનની લાલચ આપી છે. આ અંગે આઈએમએફએ કહ્યું કે, ચીન પાસેથી લોન લઈ રહેલા માલદીવને દેવામાં ડૂબવાનો વારો આવશે.'
ચીન તરફી મોહમ્મદ મોઈજ્જુ સત્તામાં આવ્યા બાદ ચીને માલદીવને વધુ લોન આપવાના વાયદા કર્યા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ગયા મહિને ચીનની પાંચ દિવસની મુલાકાતે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે આર્થિક મદદ માટે ચીનનો આભાર પણ માન્યો હતો. આઈએમએફ દ્વારા માલદીવના વિદેશી દેવાની વિગતો આપી નથી, પરંતુ કહ્યું કે 'માલદીવે તાકીદ તેની નીતિઓમાં બદલાવ કરવાની જરૂર છે.જો નીતિઓમાં ફેરફારો કરવામાં નહીં આવે તો કુલ રાજકોષીય ખાધ અને સરકારી દેવું વધવાની ધારણા છે.'
નોંધનીય છે કે આઈએમએફની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે દક્ષિણ એશિયાના ઘણાં દેશો પહેલાથી જ ચીન પાસેથી મોટી લોન લેવાના પરિણામો ભોગવી રહ્યા છે. પાકિસ્તાન અને શ્રીલંકા અબજો ડોલરના દેવાના બોજથી દબાયેલા છે, જેના કારણે બંને દેશોમાં આર્થિક સંકટમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (BRI) હેઠળ બંને દેશોને બેઈજિંગ પાસેથી અબજો ડોલર મળ્યા છે.