ઈરાનના રાષ્ટ્રપતિ બાદ હવે મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ઈરાનના રાષ્ટ્રપતિ બાદ હવે મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ 1 - image


Malawi Vice President Saulos Klaus Chilima Death : ઈરાનના રાષ્ટ્રપતિનું લગભગ મહિના પહેલા જ વિમાન દુર્ઘટના (Plane Crash)માં મૃત્યુ થયું હતું. ત્યારે હાલ આ દુઃખ સમાચાર પૂર્વી આફ્રિકાના દેશ મલાવીમાંથી આવી રહી છે. મલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈને જતું વિમાન આજે દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. 

ઈરાનના રાષ્ટ્રપતિ બાદ હવે મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ 2 - image

વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત

આ ઘટનામાં ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા સહિત 10 લોકો મોત થયા છે. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર નિવેદન મુજબ વિમાનનો કાટમાળ મળી ગયો છે, જેમાં કોઈપણ વ્યક્તિની બચવાની સંભાવના નહિવત્ છે. ઉપરાષ્ટ્રપતિનું વિમાન એક દિવસ પહેલા અચાનક ગુમ થઇ ગયું હતું અને લોકેશન મેળવવામાં પણ મુશ્કેલી થઇ હતી. વિમાન ગુમ થયા બાદ સંપર્ક સાધવાના તમામ પ્રયાસો કરાયા હતા, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

ઈરાનના રાષ્ટ્રપતિ બાદ હવે મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ 3 - image

દુર્ઘટનાનું કારણ ખરાબ ખરાબ હવામાન

રાષ્ટ્રપતિ ચક્વેરાએ જણાવ્યું કે, વિમાન ગુમ થવાના સમાચારો મળતા જ તુરંત સેનાને દોડાવાઈ હતી અને ચીકનગાવા જંગલમાં આખીરાત વિમાનની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારબાદ સવારે મલાવી રક્ષા દળના કમાંડરે માહિતી આપી કે, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે અને નષ્ટ થઈ ગયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે. સાઉલોસ ચિલિમા 2014થી ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા.


Google NewsGoogle News