મક્કા ક્લોક ટાવર પર વિજળી પડવાથી મચી અફરા-તફરી, જુઓ રૂંવાડા ઊભા કરી દેતો વીડિયો
Image Source: Twitter
- સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે
નવી દિલ્હી, તા. 24 ઓગષ્ટ 2023, ગુરૂવાર
સોશિયલ મીડિયા પર રોજ અનેક એવા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે જે જોત જોતામાં વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને સાઉદી આરબનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં મક્કાના ફેમસ ક્લોક ટાવર પર વીજળી પડતી નજર આવી રહી છે. વીજળી સીધી ક્લોક ટાવરને સ્પર્શ કરતી નજર આવી રહી છે. આ ઘટનાને લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ વીડિયો શેર કર્યો છે. સાઉદીની કેટલીક વેબસાઈટ્સે પણ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારબાદ અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.
વાયરલ વીડિયોમાં શું નજર આવ્યું
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં અચાનક વીજળી ચમકી અને આખું શહેર સ્તબ્ધ થઈ ગયું. વીજળી સીધી મક્કાના ક્લોક ટાવરને સ્પર્શે છે અને આવું બે-ત્રણ વખત થાય છે. આ આખું દ્રશ્ય ખૂબ જ ડરામણું લાગે છે. ઘણા લોકોએ તેને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકો તેને ખૂબ જ ડરામણું અને ભયાનક કહી રહ્યા છે.
જોકે, આ પહેલી ઘટના નથી જ્યારે મક્કા ક્લોક ટાવર પર વીજળી પડતી નજર આવી હોય. આ અગાઉ પણ ઓગષ્ટ 2022માં આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં પણ રાતના અંધારામાં ક્લોક ટાવર પર વીજળી પડી રહી છે.