'મેક અમેરિકા ગ્રેટ અગેઇન', ટ્રમ્પની લાલ ટોપી ફરી ચર્ચામાં, જે લખ્યું હતું એ સાચું સાબિત થયું...
Image: Facebook
US President Election 2024: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી લીધી છે. હવે તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સાથે જ તે વાત સાચી સાબિત થઈ ગઈ છે, જે તેમણે પોતાની લાલ ટોપી પર લખેલી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પની લાલ ટોપી પર હંમેશા 45-47 લખેલું રહેતું હતું. એટલું જ નહીં, તેમના ચાહકો પણ 45-47 લખેલી ટોપી પહેરતા હતા. જ્યારે ટ્રમ્પ પર એટેક થયો હતો, તે સમયે ટ્રમ્પે જે કેપ પહેરી હતી, તેની પર પણ આ જ નંબર લખેલો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં ફરી 'ટ્રમ્પ', 19 ગોલ્ફ કોર્સ, રિયલ એસ્ટેટના કિંગ, જાણો કેટલા ધનિક છે 47માં રાષ્ટ્રપ્રમુખ
છેલ્લી વખત ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા, તે સમયે તેઓ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ હતા. ત્યાર બાદ 46મી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેઓ હારી ગયા, પરંતુ હવે તેઓ ફરી એકવાર જીતી ગયા છે. હવે તેઓ દેશના 47માં રાષ્ટ્રપતિ બનશે. તેમના સમર્થક તેમને 47માં રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છતા હતા.
આ કારણે 45-47 નું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું છે, તેમાં 45 જૂના કાર્યકાળ અને 47 નવા કાર્યકાળ સાથે જોડાયેલો છે.