UN: ભારતીય મેજર રાધિકા સેન '2023 યુનાઈટેડ નેશન્સ મિલિટ્રી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ' થી સન્માનિત
Image: Facebook
Major Radhika Sen: કાંગોમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) મિશનમાં સેવા આપી ચૂકેલી ભારતીય મહિલા શાંતિ રક્ષક મેજર રાધિકા સેન અને નાયક ધનંજય કુમાર સિંહને સૈન્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે આ પુરસ્કારથી સન્માનિત કર્યા. આ પુરસ્કારને લઈને રાધિકા સેને કહ્યું કે તેમના માટે આ પુરસ્કાર ખૂબ ખાસ છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દિવસના અવસરે મેજર રાધિકા સેનને 2023 યુનાઈટેડ નેશન્સ મિલિટ્રી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો.
આ પુરસ્કાર મારા માટે ખાસ- રાધિકા સેન
મેજર રાધિકા સેને કહ્યું, આ પુરસ્કાર મારા માટે ખાસ છે કેમ કે આ યુનેસ્કોના પડકારપૂર્ણ માહોલમાં કામ કરનાર તમામ શાંતિ સૈનિકો દ્વારા કરવામાં આવેલી આકરી મહેનતને માન્યતા આપે છે. હું સંયુક્ત રાષ્ટ્ર અને સભ્ય દેશોને પ્રોત્સાહિત કરું છું કે તેઓ આ પુરસ્કાર દ્વારા બનાવવામાં આવેલા સમૃદ્ધ નેટવર્કનો લાભ ઉઠાવે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, આજે મહાસચિવ ગુટેરેસે નાયક ધનંજય કુમાર સિંહને ડેગ હેમરસ્કજોંલ્ડ મેડલથી સન્માનિત કર્યા, તેમણે પોતાના કર્તવ્ય દરમિયાન ઘણા બલિદાન આપ્યા. તેમની વ્યાવસાયિકતા અને સમર્પણને ક્યારેય ભૂલી શકાય નહીં. અમે તેમના પરિવારની સાથે એકત્ર થઈને ઊભા છીએ અને શાંતિ માટે તેમની સેવાના વારસાનું સન્માન કરીએ છીએ.
મેજર સેન કોણ છે
મેજર સેન ભારતીય રેપિડ ડિપ્લોયમેન્ટ બટાલિયનની કમાન્ડર તરીકે માર્ચ 2023થી એપ્રિલ 2024 સુધી કાંગો ગણરાજ્યના પૂર્વમાં તૈનાત હતા. તે મૂળ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. તેમનો જન્મ 1993માં થયો હતો અને તે આઠ વર્ષ પહેલા ભારતીય સેના ભરતી થયા હતા. મેજર રાધિકા સેને બાયોટેક એન્જિનિયરમાં સ્નાતક કર્યું, તે બાદ જ તેમણે ભારતીય સેનામાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો.