Get The App

યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના દેશોમાં પ્લેન, મેટ્રો અને મોબાઇલ નેટવર્ક ઠપ

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના દેશોમાં પ્લેન, મેટ્રો અને મોબાઇલ નેટવર્ક ઠપ 1 - image


Major Blackout Sweeps in European Countries: યુરોપના અનેક દેશોમાં અચાનક ભીષણ વીજ સંકટ પેદા થયું છે. સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ થઈ છે. જેના લીધે હવાઈ સેવાઓથી માંડી મેટ્રો સુધીનું સંચાલન પ્રભાવિત થયું છે. ઘણા ફોનના નેટવર્ક પણ ડાઉન તથા બંધ થયા છે. મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારમાં અંધારું છવાઈ ગયું છે. આ ઈમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવા આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે. આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ સૂત્રો અનુસાર, સાયબર અટેક થયો હોવાની શક્યતા છે. 

સ્પેનના નેશનલ ગ્રીડ ઓપરેટ રેડ એલેક્ટ્રિકાએ નિવેદન આપ્યું છે કે, આખા દેશમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે વીજ કંપનીઓ સાથે મળી અનેક પ્રયાસો કરી રહી છે. પોર્ટગુલના ગ્રીડ ઓપરેટર ઈ-રેડેસે જણાવ્યું કે, આ સંકટ યુરોપિયન પાવર ગ્રીડમાં આવેલી ખામીના કારણે આવ્યું છે. પ્રારંભિક તપાસમાં વોલ્ટેજમાં અસંતુલનના કારણે વીજ સંકટ પેદા થયું હોવાનું જાણવા મળ્યું છે. 



તમામ સેવાઓ બંધ

સ્પેન, પોર્ટુગલના શહેરોમાં મેટ્રો, બસ, ટ્રેન સેવાઓ ખોરવાઈ છે. રસ્તાઓ પર અવ્યવસ્થા સર્જાઈ છે. હૉસ્પિટલ પણ હાલ જનરેટરના આશરે ચાલી રહ્યું છે. સ્પેન અને પોર્ટુગલમાં ક્યાંક વીજ પુરવઠો નથી, જ્યારે ફ્રાન્સના ઘણા શહેરોમાં પણ અંધારપટ છવાયા છે. બપોરે 12.30 વાગ્યે વીજળી ગુલ થઈ હતી. જેના લીધે મેડ્રિડમાં ઓપન ટેનિસ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી. અંડરગ્રાઉન્ડ રેલ સિસ્ટમ ખોટવાઈ છે. ટ્રાફિક લાઇટ પણ ચાલી રહી ન હોવાથી રસ્તાઓ જામ થયા છે. હજી ક્યાં સુધી વીજ સંકટ જારી રહેશે તેનો કોઈ અંદાજ સત્તાધીશો પાસે નથી. ઍરપોર્ટ પર પણ વિમાન સેવા બંધ થઈ છે.

સાયબર અટેકની શક્યતા

સ્પેનિશ અધિકારીઓએ કહ્યું છે કે અત્યાર સુધી બ્લેકઆઉટનું કારણ જાણી શકાયું નથી. આ એક સાયબર અટેક હોવાની શક્યતા નકારી શકાય નહીં. આની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલાં પણ, યુરોપમાં નાની ટેકનિકલ ખામીઓને કારણે મોટા પ્રમાણમાં બ્લેકઆઉટ થયા છે. 2003માં, સ્વિટ્ઝર્લૅન્ડમાં એક ઝાડ વીજ લાઇન પર પડતાં આખું ઇટલી અંધકારમાં ડૂબી ગયું હતું. તેથી, આ વખતે પણ ટેકનિકલ સમસ્યા અથવા સાયબર અટેકની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્પેનિશ વહીવટીતંત્રે સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ કટોકટી સેવાઓને બિનજરૂરી કોલ ન કરે. યુરોપિયન કમિશન વર્ષોથી દેશો વચ્ચે વધુ સારી ઉર્જા પ્રણાલીના એકીકરણની જરૂરિયાત પર ભાર મૂકે છે, પરંતુ પ્રગતિ ધીમી રહી છે. વર્તમાન કટોકટીએ ફરી એકવાર યુરોપને આ દિશામાં ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યું છે.

યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના દેશોમાં પ્લેન, મેટ્રો અને મોબાઇલ નેટવર્ક ઠપ 2 - image

Tags :