અમેરિકન પ્રમુખની સુરક્ષામાં થઈ ચૂક, જો બાયડેન કાફલા સાથે કાર ભયાનક રીતે અથડાઈ
જો કે આ ઘટનામાં કોઈને નુકસાન થયાની માહિતી નથી
સુરક્ષાકર્મીઓએ જે કારે ટક્કર મારી હતી તેને ઘેરી લીધી હતી
Joe Biden Security Lapse : અમેરિકન પ્રમુખ જો બાયડેનની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યો છે જેમાં બાયડેન કાફલા સાથે એક કાર અથડાઈ હતી. ગઈકાલે જો બાયડેન તેમની પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
પ્રમુખ અને તેમના પત્નીને ઘટનાસ્થળેથી દૂર લઈ જવાયા
અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગટનમાં અમેરિકન પ્રમુખ જો બાયડેનથી લગભગ 40 મીટર દૂર એક કાર તેમના કાફલાની એક કાર સાથે અથડાઈ હતી. બાદમાં સુરક્ષા કર્મીઓએ બાયડેનને તાત્કાલિક કારમાં બેસાડી દીધા હતા. આ ઘટના અંગે વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે પ્રમુખ અને તેમના પત્ની સુરક્ષિત છે. આ અકસ્માત પછી બાયડેન અને તેમના પત્નીને ઘટના સ્થળેથી દૂર લઈ જવાયા હતા અને ટક્કર મારનારા ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.