યુક્રેનના ડોનેસ્ક શહેરમાં મિસાઈલ હુમલો, 13 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
રશિયાના ઉસ્ટ-લુગા બંદર પર કેમિકલ ટ્રાન્સપોર્ટ ટર્મિનલમાં પણ આગ લાગી હતી
Ukraine Missile Attack: રશિયાના નિયંત્રણવાળા યુક્રેનના ડોનેસ્ક શહેરમાં મોટો મિસાઈલ હુમલો થયો હતો. જેમાં 13 લોકોના મોત અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ડોનેસ્ક વહીવટી વડા ડેનિસ પુશિલિને જણાવ્યું હતું કે, 'મિસાઈલ હુમલો તેક્સતિલશ્ચિક વિસ્તારમાં થયો હતો.'
યુક્રેન પર હુમલાનો આરોપ
ડેનિસ પુશિલિને આરોપ લગાવ્યો હતો કે, આ હુમલો યુક્રેનની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આજે રશિયાના ઉસ્ટ-લુગા બંદર પર કેમિકલ ટ્રાન્સપોર્ટ ટર્મિનલમાં પણ આગ લાગી હતી.
અહેવાલ અનુસાર, યુક્રેનના ડ્રોન હુમલાને કારણે ગેસ ટાંકીમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. જ્યાં આગ લાગી તે સ્થળ રશિયાની બીજી સૌથી મોટી કુદરતી ગેસ ઉત્પાદક કંપની નોવાટેકની માલિકીની છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટના બાદ સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું.