VIDEO: ઈસ્તંબુલના નાઈટ ક્લબમાં મોટી દુર્ઘટના, આગ લાગવાથી 29 લોકોના મોત

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
VIDEO: ઈસ્તંબુલના નાઈટ ક્લબમાં મોટી દુર્ઘટના, આગ લાગવાથી 29 લોકોના મોત 1 - image


Istanbul Nightclub Fire : તૂર્કીના સૌથી મોટા શહેર ઈસ્તંબુલમાં એક નાઈટ ક્લબમાં મોટી દુર્ઘટના બની છે. અહીં રિનોવેશનની કામગીરી દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા 29 લોકોના મોત થઈ ગયા છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

સ્થાનિક મીડિયાના અનુસાર, ગવર્નર ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં જણાવાયું છે કે, એક જ વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. માસક્વેરાદે નાઈટ ક્લબ કેટલાક દિવસોથી બંધ હતું. બિલ્ડિંગના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ નાઈટ ક્લબ 16 માળની બિલ્ડિંગના બેઝમેન્ટમાં હતું. આગ લાગવાનું કારણની તપાસ કરાઈ રહી છે. જે લોકોના મોત થયા તેમાં વધુ પડતા રિનોવેશનનું કામ કરી રહેલા લોકો હતા. આગ લાગવાના કલાકો બાદ ફાયર બ્રિગેડે આના પર કાબૂ મેળવી લીધો હતો.

પોલીસે પાંચ લોકોની કરી ધરપકડ

આ નાઈટ ક્લબ ગેરેટેપે જિલ્લામાં આવેલું છે. વીડિયોમાં ઉપરના માળની બારીઓથી આગની જ્વાળાઓ અને ધુમાડો બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. રાજ્યના મીડિયાના જણાવ્યા અનુસાર, ક્લબના મેનેજર અને રિનોવેશનની કામગીરી માટે જવાબદાર વ્યક્તિ સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ છે.


Google NewsGoogle News