ISISના આતંકીઓનો મોટો હુમલો, કાંગોમાં 16 લોકોનાં મોત, 20થી વધુનું અપહરણ કરી લેવાયું
Image: Facebook
Attack by ISIS Terrorists in Congo: ઉત્તર-પૂર્વી કાંગોમાં ઈસ્લામિક સ્ટેટ જૂથ (ISIS) સાથે સંકળાયેલા આતંકીઓએ મોટો હુમલો કરી દીધો છે. આ હુમલામાં 16 ગ્રામજનોના મોત નીપજ્યા છે. આ સાથે જ આતંકીઓએ 20 અન્ય લોકોનું અપહરણ કરી લીધું છે. તેનાથી સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. એક સ્થાનિક નાગરિક સમાજ જૂથે શુક્રવારે આ જાણકારી આપી. ન્યૂ સિવિલ સોસાયટી ઓફ કાંગોના સમન્વયક જોન વુલ્વેરિયોએ જણાવ્યુ કે એલીડ ડેમોક્રેટિક ફોર્સેજના હુમલાખોરોએ ઈટુરી પ્રાંતના મમ્બાસા વિસ્તારમાં બુધવાર અને શુક્રવારની વચ્ચે સ્થાનિક લોકો પર તે સમયે હુમલા કર્યા, જ્યારે તે પોતાના ખેતરોમાં કામ કરી રહ્યાં હતાં.
મૃતકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી, કેમ કે જે 20 અન્ય લોકોના અપહરણ થઈ ગયા છે, તેમની કોઈ જાણકારી નથી. તેમણે સંકેત આપ્યો કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. કેમ કે હુમલો ખૂબ ઘાતક જણાવાઈ રહ્યો છે. જેમાંથી ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યુ કે અપહરણ થયેલા લોકોમાં એક સ્થાનિક સરકારી અધિકારી ગિલ્બર્ટ શિવમવેંદાના માતા અને બહેન પણ સામેલ છે. કાંગોના ઘણા ગામોને સત્તા અને મૂલ્યવાન ખનીજ સંસાધનો માટે લડનારા સ્થાનિક વિદ્રોહીઓ કે ચરમપંથી વિચારધારા વાળા આતંકવાદી જૂથોએ ઘેરી લીધાં છે.