Get The App

VIDEO : બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોના મોત

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
BLA Attack in Balochistan of Pakistan


BLA Attack in Balochistan of Pakistan: શુક્રવારે પાકિસ્તાનના ક્વેટા શહેરમાં સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના માર્ગટ વિસ્તારમાં એક લશ્કરી વાહન પાસે થયેલા વિસ્ફોટમાં પાકિસ્તાની સેનાના 10 સૈનિકો માર્યા ગયા છે. 

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હુમલાની જવાબદારી 

આ હુમલામાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ લીધી છે. 

તાજેતરના મહિનાઓમાં, બળવાખોર જૂથ BLA વારંવાર બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવી રહ્યું છે. શુક્રવારના હુમલા પછી પણ, BLA એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેના લડવૈયાઓએ આ કામ કર્યું છે.

હુમલામાં 10 સૈનિકોના મોત 

ક્વેટામાં થયેલા વિસ્ફોટ પછી, પોલીસ અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી (FC) ના 4 કર્મચારીઓ માર્યા ગયા છે. શુક્રવારે મોડી રાત્રે, BLA પ્રવક્તા ઝીયાંદ બલોચે જણાવ્યું હતું કે, 'હુમલામાં 10 સૈન્ય જવાનો માર્યા ગયા છે. ક્વેટાના માર્ગટમાં રિમોટ-કંટ્રોલ્ડ IED હુમલામાં પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં લશ્કરી વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને તેમાં સવાર તમામ 10 સૈનિકો માર્યા ગયા હતા.'

આ પણ વાંચો: 'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

હજુ વધુ હુમલા કરીશું: BLA

બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટામાં થયેલા હુમલાની જવાબદારી લીધી છે અને કહ્યું છે કે, 'અમે હજુ ભવિષ્યમાં આવા હુમલા કરીશું. દુશ્મન દળો (પાકિસ્તાન આર્મી) સામે અમારું ઓપરેશન ચાલુ રહેશે. પાકિસ્તાન સરકાર અને સેના બલૂચિસ્તાનના લોકો પર જુલમ કરે છે. આવી સ્થિતિમાં, અમે અમારા લોકોની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ.'

VIDEO : બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોના મોત 2 - image

Tags :