Get The App

ઈટાલીમાં ખાલિસ્તાનીઓની કરતૂત, PM મોદીની મુલાકાત પહેલા ગાંધીજીની પ્રતિમા તોડીને કર્યો હંગામો

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
ઈટાલીમાં ખાલિસ્તાનીઓની કરતૂત, PM મોદીની મુલાકાત પહેલા ગાંધીજીની પ્રતિમા તોડીને કર્યો હંગામો 1 - image


Mahatma Gandhi Statue: ઈટાલીમાં 13 થી 15 જૂન દરમિયાન G7 સમિટ યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂને G7 સમિટમાં ભાગ લેવા માટે રવાના થશે. પરંતુ પીએમ મોદીની મુલાકાત પહેલા જ ઈટાલીમાં ખાલિસ્તાન સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી હતી. 

ખાલિસ્તાની સમર્થકોએ ગાંધીજીની પ્રતિમા તોડી નાખી 

આ પહેલા પણ ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થકોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મહાત્મા ગાંધીની પ્રતિમા તોડ્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ ત્યાં વિરોધમાં નારા પણ લખ્યા છે.

ઈટાલી સરકાર સાથે વિદેશ મંત્રાલયે કરી વાત 

આ ઘટના પર વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે. આ બાબતે વિદેશ સચિવે કહ્યું કે, ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો મુદ્દો ઉઠાવતા તેમણે પ્રતિમાના નુકસાન અંગે ઈટાલીના અધિકારીઓ સાથે વાત કરી છે. તેમજ આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

ઈટાલી સરકારે શરૂ કરી કાર્યવાહી 

ઈટાલિયન પ્રશાસને આ ઘટના માટે જવાબદાર ગુનેગારોને ઓળખવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ G7 સમિટ પહેલા ઈટાલીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાને પોલીસ પણ ગંભીરતાથી લઈ રહી છે.

G7માં પીએમ મોદી ઉપરાંત આ પ્રમુખ થશે સામેલ 

આ વર્ષે G7 સમિટ ઈટાલીના અપુલિયા વિસ્તારમાં બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત G7 સમિટમાં અમેરિકન પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામેલ થશે.

G7માં ક્યાં દેશ સામેલ છે?

G7 દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. હાલ ઈટાલી G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે, આથી જ તે આ સમિટનું આયોજન પણ કરે છે. 


Google NewsGoogle News