Get The App

મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી, એપના સહ-સ્થાપક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ

દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી

EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી, એપના સહ-સ્થાપક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ 1 - image


Mahadev online betting App : ભારતમાં વોન્ટેડ એવા મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી કરતા એપના  સહ-સ્થાપક રવિ ઉપ્પલની સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે.

EDના અધિકારીઓ દુબઈના અધિકારીઓના સંપર્કમાં 

ભારત સરકારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત અનેક ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટો સામે કડક કાર્યવાહી કરી છે જેમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.

બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ હતું

છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ ઉપરાંત ED દ્વારા કથિત ગેરકાયદે સટ્ટાબાજી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલની તપાસ કરવામાં આવી રહી છે. ફેડરલ પ્રોબ એજન્સીએ ઓક્ટોબરમાં ઉપ્પલ અને ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે છત્તીસગઢના રાયપુરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વિશેષ કોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી હતી. EDની વિનંતીના આધારે ઇન્ટરપોલ દ્વારા પાછળથી રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. મહાદેવ એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના પગલે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈ તેને ચલાવે છે. બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ હતું.

મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી, એપના સહ-સ્થાપક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ 2 - image


Google NewsGoogle News