પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ
IMAGE: FREEPIK
Peru earthquake: દક્ષિણ અમેરિકાનો દેશ પેરુ આજે ધરતીકંપના તીવ્ર આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં આવેલા એટિક્યુઇપાથી(Atiquipa) 8 કિલોમીટર દૂર ચાલા ખાતે રહ્યું. હજુ સુધી પેરુની સરકારે જાન માલના નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે બરાબર 11 વાગીને 6 મિનિટે મધ્ય પેરુના દરિયાકાંઠે 7.2-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના મોજાં ઉછળવાની શક્યતા છે. જોકે હજુ સુધી પેરુની સરકારે જાન માલના નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
7.2ની તીવ્રતાના આ જોરદાર ભૂકંપના આંચકા પેરુના રાજ્યોમાં અનુભવાયા છે. સ્થાનિક અહેવાલો મુજબ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા, રસ્તાઓ પર જ્યાં વાહનો ચાલી રહ્યા હતા ત્યાં ડરના માર્યા તે જ સ્થળે થંભી ગયા.