Get The App

અફઘાનિસ્તાનમાં આવ્યો 5.8ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી ધરાધ્રૂજી

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાનમાં આવ્યો 5.8ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી ધરાધ્રૂજી 1 - image


Afghanistan Earthquake: આજે (28 નવેમ્બર) બપોરે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હિમાલયના વિવિધ ભાગોમાં સાંજે લગભગ 4:19 વાગ્યે હળવો આંચકો અનુભવાયો હતો. યુએસ જિયોલૉજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર હતો.

નાગાલૅન્ડમાં પણ ભૂકંપ આવ્યો હતો

આ પહેલા આજે સવારે 7.22 કલાકે નાગાલૅન્ડના કિફિરેમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા સોમવારે સવારે ત્રિપુરાના ઉત્તરી જિલ્લાના દામચેરા વિસ્તારમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની પુષ્ટિ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી (NCS) દ્વારા કરવામાં આવી હતી. ભૂકંપ સવારે 3:56 વાગ્યે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ 24.20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 92.27 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.

આસામ અને મિઝોરમ સાથે ત્રિપુરાની આંતર-રાજ્ય સરહદ નજીક સ્થિત દામચેરામાં હળવા આંચકા અનુભવાયા હતા, પરંતુ હજી સુધી કોઈ નુકસાન અથવા જાનહાનિના અહેવાલ નથી.


Google NewsGoogle News