વહેલી સવારે જોરદાર ભૂકંપથી હચમચ્યા 2 દેશ, દહેશતના માર્યા લોકોએ ઘર બહાર દોટ મૂકી
Earthquack in Japan and philippines | શનિવારે વહેલી સવારે જાપાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી જ્યારે ફિલિપાઈન્સમાં ભૂકંપની તીવ્રતા 5.7 હોવાનું કહેવાય છે. જો કે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી.
જાપાનમાં 5.1ની તીવ્રતાએ ધરા ધ્રૂજી
ઉત્તરપૂર્વ જાપાનમાં શનિવારે સવારે 5.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. અહીં મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. અગાઉ જાપાનની હવામાન એજન્સીએ શનિવારે સવારે 4:10 વાગ્યે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 4.10 હતી. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
5.5 earthquake, 34 km SE of Union, Philippines. Dec 27 18:42:58 UTC (19m ago, depth 56km). https://t.co/b8R00Bn5c3
— Earthquakes (@NewEarthquake) December 27, 2024
ફિલિપાઈન્સમાં પણ ભૂકંપ
બીજી બાજુ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) એ જણાવ્યું કે ફિલિપાઈન્સના મિંડાનાઓ ટાપુ પર શનિવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. GFZએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઇએ હતું.