મુઈજ્જૂ સરકારે ફરી વધાર્યું ભારતનું ટેન્શન! ચીનના જાસૂસી જહાજ બાદ તૂર્કેઈના જહાજની માલદીવમાં એન્ટ્રી
India-Maldives Relationship : ઈન્ડિયા આઉટના નારાને વળગેલા અને સતત ભારત વિરુદ્ધના નિવેદનો કરવા માટે જાણીતા થયેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂએ ભરી ભારતનું ટેન્શન વધાર્યું છે. મુઈજ્જુ સરકારે ચીન સાથે સંબંધોનો બહોળો વિકાસ કર્યા બાદ હવે તૂર્કેઈ સાથે સંબંધો ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
માલદીવે અગાઉ તુર્કેઈ સાથે ડ્રોન માટે કરાર કર્યા હતા
ઈસ્લામિક કટ્ટરપંથી માટે જાણીતા તૂર્કેઈ (Turkey)નું જહાજ આજે માલદીવ પહોંચ્યું છે. આ પહેલા માલદીવે સેના માટે ડ્રોન ખરીદવા માટે તુર્કેઈ સાથે કરાર કર્યા હતા. તો આ પહેલા ચીનનું જહાજ પણ માલદીવ પહોંચ્યું હતું. વિશ્વભરમાંથી આક્ષેપો થતા રહ્યા છે કે, ચીનનું જહાજ જાસુસી જહાજ છે.
માલદીવની સેનાએ તુર્કેઈ જહાજનું ભવ્ય સ્વાગત કર્યું
તુર્કેઈ અને જાપાનના સંબંધોને 100 વર્ષ પુરા થવાના છે, ત્યારે જાપાન તરફ જઈ રહેલું તુર્કેઈનું ટીસીજી કિનાલિયાડા જહાજ (Naval Ship TCG Kınalıada) માલદીવના માલેમાં પહોંચ્યું છે. આ દરમિયાન માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (Maldives National Defence Force-MNDF)એ તુર્કેઈ જહાજનું ભવ્ય સ્વાગત કર્યું છે. આ જહાજ જાપાન (Japan) જઈ રહ્યું છે, પરંતુ રસ્તામાં માલદીવમાં રોકાયું છે. 134 દિવસના પ્રવાસે નિકળેલું તુર્કેઈનું જહાજ 27 હજાર કિલોમીટરની યાત્રાએ નિકળ્યું છે.
MNDF extends a warm welcome to Turkiye’s Naval Ship TCG Kınalıada as it arrives in the Maldives on a goodwill visit to strengthen partnership and foster cooperation between our nations 🇲🇻🤝🇹🇷 pic.twitter.com/UbBn3tWDw3
— Maldives National Defence Force (@MNDF_Official) April 30, 2024
માલદીવ ફોર્સે સોશિયલ મીડિયા પર આપી માહિતી
માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપી છે કે, ‘એમએનડીએફ અમારા દેશો વચ્ચે મજબૂત ભાગીદારી કરવા અને સહયોગ વધારવાના હેતુથી સદભાવના યાત્રા હેઠળ માલદીવ પહોંચેલા તુર્કેઈનું જહાજ ટીસીજી કિનાલિઆડાનું ભવ્ય સ્વાગત કરે છે. આ જહાજ જાપાન (Japan), પાકિસ્તાન (Pakistan), માલદીવ, ચીન (China) સહિત 20 દેશોની મુસાફરી કરશે.’
તુર્કેઈના રાષ્ટ્રપતિ પાકિસ્તાન પ્રેમી
તુર્કેઈના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (Recep Tayyip Erdogan) હંમેશા પાકિસ્તાનનું સમર્થન કરતા રહે છે. એર્દોગને 2020માં પાકિસ્તાની મુલાકાત કરી હતી અને કાશ્મીર મુદ્દે ઈસ્લાબાદને સમર્થન આપ્યું હતું. તુર્કેઈના રાષ્ટ્રપતિની ખાનગી સેના તરીકે ઓળખાતા SADAT નામની ખાનગી સૈનિક કંપનીએ જાન્યુઆરી 2023માં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. SADATએ ભારતીય સેના વિરુદ્ધ લડવા માટે કાશ્મીરમાં ભાડાના સૈનિકો મોકલવાની જાહેરાત કરી હતી, જ્યારે પાકિસ્તાને તેના બદલામાં તુર્કેઈને અતૂટ સમર્થન આપવાનું વચન આપ્યું હતું.