કટ્ટર જમણેરી પાર્ટીના નેતા સામે યુરોપીય સંસદમાં પરાજય મળતાં મેક્રોંએ ફ્રાંસમાં નવી ચૂંટણી જાહેર કરી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
કટ્ટર જમણેરી પાર્ટીના નેતા સામે યુરોપીય સંસદમાં પરાજય મળતાં મેક્રોંએ ફ્રાંસમાં નવી ચૂંટણી જાહેર કરી 1 - image


- સંભવત: જૂન 30 અને જુલાઈ 7ના દિવસે મતદાન થશે : યુરોપીય સંસદનાં પરિણામો હતાશાજનક રહ્યા છે : મેક્રોં

પેરિસ : ફ્રાંસના મધ્યમ માર્ગી પ્રમુખ ઇમેઝઅલ મેક્રોં - યુરોપીય સંઘની ચૂંટણીમાં કટ્ટર જમણેરી નેતા મેરીન લ'પેન સામે પરાજિત થતા હતાશ થઇને ફ્રાંસની પણ સંસદ વિખેરી નાખવા અને દેશમાં નવી ચૂંટણીની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ બે તબક્કામાં મતદાન યોજવાના છે. તેમ અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. મતદાનનો પહેલો તબક્કો જૂનની ૩૦મીએ યોજાશે. જયારે બીજો તબક્કો જુલાઇની ૭મીએ યોજાશે.

યુરોપીય સંસદની ચૂંટણીનાં પરિણામો વિષે તેઓએ કહ્યું, તે પરિણામો ખાના-ખરાબી ભર્યા રહ્યા. હું તેને નગણ્ય કહી શકું તેમ નથી કે તેવો દેખાવ પણ કરી શકું તેમ નથી.

જાણકારો કહે છે કે, યુરોપમાં જમણેરી પરિબળો પ્રબળ બની રહ્યા છે. તાજેતરમાં જ ફ્રાંસમાં યોજાયેલ ચૂંટણીમાં લ'પેનની પાર્ટી નેશનલ રેલી (રેલી-નેસનલ-આર.એન.) પાર્ટીએ પણ હવે બહુમતી સિદ્ધ કરી છે. આથી પ્રમુખ મેક્રોંએ આ અણચિંતવ્યો નિર્ણય લીધો છે.

ફ્રાંસની સંસદમાં માત્ર ૨૮ વર્ષના જોડેન બારડેલ્વા (આર.એન.નેતા)એ રવિવારે સંસદમાં યોજાયેલા મતદાનમાં ૩૨ ટકા મત મેળવ્યા છે. જે સામે મેક્રોંની પાર્ટીએ માત્ર ૧૫% મત જ મેળવ્યા હતા. જયારે સોશ્યાલિસ્ટે ૧૫% મત મેળવ્યા છે.

આ પરિણામો અને કટ્ટરપંથી જમણેરી નેતા મેરીન લ' યેેનનો યુરોપીય સંસદમાં પણ થયેલા વિજય અંગે નિરીક્ષકો જણાવે છે કે, હવે સમગ્ર યુરોપ બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે. એક તરફ મધ્યમ માર્ગી નેતાઓ છે. તો બીજી તરફ કટ્ટરપંથી જમણેરી નેતાઓ છે. આનું એક કારણ રશિયા, ઇરાન ચીન અને ઉ. કોરિયાની રચાઇ રહેલી ધરી છે અને તેથી પણ વધુ ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને યુરોપના જમણેરી ઝુકાવ માટે વધુ કારણભૂત છે. ભારતમાં પણ જમણેરી પાર્ટીના વધતાં પ્રભુત્વ માટે આ બંને પરિબળો વિશેષત: ઇસ્લામિક-કટ્ટરવાદ મુખ્ય કારણ છે.


Google NewsGoogle News