ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવાથી પુરુષોમાં મુત્યુની શકયતા વધારે રહે છે - ચોંકાવનારો સ્ટડી
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સના સ્તરને હ્વદયરોગ સાથે જોડવામાં આવે છે.
ઇરેટાઇલ ડિસ્ફંકશનની સ્થિતિ હ્વદયરોગના લક્ષણો પહેલા આવે છે
મેલબોર્ન,૨૧ મે ૨૦૨૪, મંગળવાર
પૌરુષત્વ માટે મહત્વના ગણાતા ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવાથી પુરુષોને મુત્યુનું જોખમ વધુ રહે છે એવું એક સંશોધનમાં બહાર આવ્યું છે. આવું લાંબા સમયથી માનવામાં આવતું હતું પરંતુ તે નપુંસક જાનવરો અને કોરિયાઇ કિન્નરો પરના સ્ટડીમાં સાચું સાબીત થયું છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીની એક ટીમના સંશોધકોએ જીવનકાળ દરમિયાન ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણના પ્રભાવના ૧૧ મેટા વિશ્લેષણને (ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્યાસ)ને પરિણામો સાથે જોડીને તારણ કાઢયું હતું. આ અંગેના સ્ટડી માટે કમ સે કમ પાંચ વર્ષ સુધી પુરુષો પર ધ્યાન રાખવામાં આવ્યું જેમાં સૌથી ઓછા ટેસ્ટોસ્ટેરોનના ધરાવનારાને મુત્યુની શકયતા વધારે હોવાનું જણાયું હતું.
મુત્યુ પાંમેલા લોકોની ઉંડાણથી તપાસ દરમિયાન હ્વદય સંબંધી તકલીફ માલૂમ પડી હતી. રસપ્રદ વાત એ છે ટેસ્ટોસ્ટેરોન માત્ર હ્વદયરોગનું કારણ બને છે એટલું જ નહી ઇરેકટાઇલ ડિસ્ફંકશન માટે પણ જવાબદાર છે. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં પુરુષો સેકસ માટે સમર્થ રહેતા નથી. જેને સ્તંભન દોષ પણ કહેવામાં આવે છે એ ઇરેટાઇલ ડિસ્ફંકશનની સ્થિતિ હ્વદયરોગના લક્ષણોની ખૂબ પહેલાથી થાય છે. અચાનક આ સ્થિતિ થવી તે હ્વદય સંબંધી પ્રારંભિક ચેતવણીના સંકેત સમાન પણ હોય છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સના સ્તરને હ્વદયરોગ સાથે જોડવામાં આવે છે.
સામાન્ય રીતે પુરુષોમાં ઉંમર વધવાની સાથે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કુદરતી રીતે ઓછું થતું રહે છે. ૩૦ વર્ષ પછી દર વર્ષે લગભગ એક ટકા જેટલું પ્રમાણ ઘટે છે. અંડકોષમાં ધીમે ધીમે ટેસ્ટોસ્ટેરોન પેદા કરવાની ક્ષમતા ઓછી થતી રહે છે. જો કે કોઇને ક્રોનિક બીમારી હોય કે અન્ય કારણોથી પણ હોર્મોન્સ ઘટે છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેમ કે કેટલાક કેન્સર ફેલાય ત્યારે જે દવાઓ અપાય છે તેનાથી ટેસ્ટોસ્ટેરોન ઘટે છે.
પ્રોસ્ટેટ જેવા કેન્સરમાં સુધારો થાય તો પણ સારવારથી હ્વદયરોગ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આથી ટેસ્ટોસ્ટેરોનનું ઘટવું માર્કર બની જાય છે. અમૂક હદે સ્પષ્ટ રીતે ભવિષ્યની બીમારીના વિકાસ અને સંભવત મુત્યુનું પણ કારણ બની જાય છે. ટેસ્ટોસ્ટેરોનનું માપવું શકય નથી કારણ કે કોઇ માટે વધારે એ કોઇ માટે ઓછી હોઇ શકે છે. ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેંટ થેરાપી હોય છે પરંતુ તે ખૂબ જ લાંબો માર્ગ હોવાથી સ્વસ્થ જીવનશૈલીના માધ્યમથી ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ જળવાઇ રહે તે જ કારગર ઉપાય છે.