'જુદાઈ' ફિલ્મ જેવો કિસ્સો, ગર્લફ્રેન્ડે પ્રેમીની પત્ની સાથે 1.5 કરોડમાં કરી ડીલ, પછી જે થયું તે જાણી ચોંકશો...
China News: બોલિવૂડની 90ના દાયકાની સુપરહીટ ફિલ્મ જુદાઈ જેવી જ વાસ્તવિક ઘટના ચીનમાં બની છે. ચીનમાં એક મહિલાએ તેના પતિને 2 મિલિયન યુઆન (લગભગ રૂ. 2 કરોડ)માં વેચવાનો સોદો કર્યો હતો. જો કે, આ મહિલાએ ફિલ્મથી થોડે હટકે કહાની સર્જી હતી, તેણે સામા પક્ષ પાસેથી પૈસા તો લઈ લીધા પણ પછી પતિ સોંપ્યો ન હતો.
પત્નીને પતિને વેચવાની ડીલ ફાઈનલ કરી
ચીનમાં રહેતી યાંગ નામની મહિલાએ ફ્યુઝિયાન પ્રાંતના શિશીમાં રહેતાં હાન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દિકરીઓ હતી. જો કે, બાદમાં હાનનું તેની સહકર્મી શી નામની મહિલા સાથે લગ્નેતર સંબંધ બાંધ્યા હતા. બંનેએ બાદમાં બિઝનેસ પાર્ટનરશિપ પણ કરી હતી. બંનેને એક દિકરો પણ છે. જો કે, શીએ હાનની પત્નીનો સંપર્ક સાધી તેને છૂટાછેડા આપવા કહ્યું હતું, તેના બદલામાં તેને 2 મિલિયન યુઆન (રૂ. 2 કરોડ) આપવાનું વચન આપ્યું હતું. યાંગે આ ડીલનો સ્વીકાર કરી પૈસા લઈ લીધા હતા. જો કે, બાદમાં હાનને છૂટાછેડા ન આપતાં શી કોર્ટમાં ગઈ હતી. કોર્ટે આ મામલે કોઈ લેખિત કરાર કે પુરાવો ન હોવાથી યાંગની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
કોર્ટે પત્નીની તરફેણમાં આપ્યો ચુકાદો
એક વર્ષ બાદ પણ યાંગે છૂટાછેડાં આપ્યા ન હતા, તેમજ શીના પૈસા પણ પાછા કરી રહી ન હતી. કોર્ટે શીની વિરૂદ્ધ નિર્દેશ આપતાં કહ્યું હતું કે, શીએ સામાજિક નૈતિકતાનું ઉલ્લંઘન કર્યું છે. તે છેતરપિંડી અને લાલચ આપી લગ્ન કરવા માગતી હતી. જ્યારે યાંગ અને હાનનો કુલિંગ ઓફ પિરિયડ ચાલી રહ્યો છે. જેથી ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
હાનએ શી પર 6 મિલિયન યુઆન ખર્ચ્યા
યાંગે જણાવ્યું હતું કે, મારા પતિ હાનએ મારી જાણ બહાર શી પર 6 મિલિયન યુઆન ખર્ચ્યા હતા. બીજી તરફ હાન પર પણ કેસ થવાની શક્યતા છે, કારણકે, ચીનમાં વિવાહિત હોવા છતાં બીજી મહિલા સાથે સંબંધ બાંધવા ગેરકાયદેસર છે.