Get The App

લોસ એન્જલસ આગ બેકાબૂ : જોરદાર પવનો ફૂંકાયા : 12,000 ઘરો ભસ્મ : 24નાં કરૂણ મોત

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
લોસ એન્જલસ આગ બેકાબૂ : જોરદાર પવનો ફૂંકાયા : 12,000 ઘરો ભસ્મ : 24નાં કરૂણ મોત 1 - image


- હવે આજુબાજુના વિસ્તારો ઉપર પણ ભય ઝળુંબે છે

- સાન્ના-એના નામક તોફાની પવનો ફરી ફેલાયા, આ સાથે દાવાનળ હજી પણ વ્યાપક બનવાની ભીતિ

સાનફ્રાંન્સિકો : પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન હોલીવૂડ અને પાસેનાં નગર લોસએન્જલસ સુધી પ્રસરી ગયેલો દક્ષિણ કેલિફોર્નિયાનો દાવાનળ હજી પણ શમ્યો નથી. તેવામાં સાન્તા-આનાસ નામક પેસિફિક ઉપરથી આવતા પવનો દાવાનલ વ્યાપક બનાવી દેશે તેવી ભીતિ સર્જાઈ છે. બીજી તરફ અમેરિકામાં આવેલી કુદરતી આપત્તિઓ પૈકી આ આપત્તિ સૌથી વધુ વિનાશક અને સૌથી વધુ ખર્ચાળ પણ બની રહેશે તેમ નિષ્ણાંતોનું માનવું છે.

આ દાવાનળે ૨૪નાં જાન લીધા છે, હજ્જારો લોકો ઘરબાર છોડી જતા રહ્યાં છે. ૧૨૦૦૦થી વધુ બાંધકામો નાશ પામ્યાં છે. આગ સાનફ્રાંસિસ્કો શહેર કરતાં પણ વધુ મોટા વિસ્તારમાં પ્રસરી ગઈ છે.

મંગળવારથી શરૂ થયેલી આ આગને સાન્તા-એના નામક પવનો વધુ ને વધુ ફેલાવી રહ્યાં છે. પ્રમુખ બાયડેને આ આગને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે. પોતાની યુરોપની મુસાફરી પણ મોકુફ રાખી છે.

આ આગથી કેટલું નુકશાન થશે તેનો કોઈ સ્પષ્ટ અંદાજ જ નથી. પરંતુ તેથી આશરે ૧૩૫થી ૧૫૦ બિલિયન ડોલર્સ જેટલું નુકસાન થયું હોવાની નિષ્ણાંતો ગણતરી માંડી રહ્યા છે.

આ આગને લીધે પેસિફિક તટની અંદરની બાજુએ રહેલાં અનેક ગામો તથા આટલાના શહેર જેવાં વધુ વસ્તી ધરાવતાં નગરો ઉપર આગનો ભય ઝળુંબી રહ્યો છે.


Google NewsGoogle News