Get The App

લોસ એન્જલસની આગ ફાયર ટોર્નેડોમાં ફેરવાશે, હવામાન વિભાગની આગાહી, 60 લાખ લોકો પર જીવનું જોખમ

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
લોસ એન્જલસની આગ ફાયર ટોર્નેડોમાં ફેરવાશે, હવામાન વિભાગની આગાહી, 60 લાખ લોકો પર જીવનું જોખમ 1 - image


Los Angeles Fire | અમેરિકાના લોસ એન્જલસની આગ વધુ ભીષણ બની છે અને ભારે પવનના લીધે અગ્નિશામક દળોએ આગ ઓલવવા ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આગમાં ૨૫ના મોત થઈ ચૂક્યા છે અને શહેરના ૬૦ લાખથી વધુ લોકો આગના ઓથાર હેઠળ છે. આગે દક્ષિણ કેલિફોર્નિયાના મોટા પટ્ટાને આવરી લીધો છે, તેમા લોસ એન્જલસ સિવાયના શહેરોનો પણ સમાવેશ થાય છે. 

આ સિવાય બીજી મોટી બાબત એ ઉડીને આંખે વળગીને સામે આવી છે કે અમેરિકાના ટોચના દસ શહેરોમાં સ્થાન પામતુ ંલોસ એન્જલસ બીજા શહેરોની તુલનાએ ફાયરબ્રિગેડનો ઓછો સ્ટાફ ધરાવે છે. આટલું ઓછું હોય તેમ સૂસવાટા મારતો પવન સ્થિતિ વધુને વધુ મુશ્કેલ બનાવી રહ્યો છે અને આગ ફેલાવી રહ્યો છે. આગના લીધે લોસ એન્જલસના લગભગ એક લાખ મકાનો વીજળીવિહીન છે. 

એલએ સિટી ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રોવલીએ જણાવ્યું હતું કે આગને વ્યાપક પાયા પર ફેલાવતા, વિનાશક અને જીવનને ભયમાં મૂકતા સૂસવાટાભર્યા પવનો હજી પણ જારી છે. લોસ એન્જલસની પર્વતમાળા પરથી પ્રતિ કલાક ૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનો સ્થિતિને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. હજી પણ આ પવનો ચાલુ રહેવાના છે તે જોતાં આગ નજીકના સમયમાં અંકુશમાં આવે તેવા કોઈ સંકેતો દેખાતા નથી.

નેશનલ વેધર સર્વિસના હવામાન વિજ્ઞાની ટોડ હોલે જણાવ્યું હતું કે ભારે પવનો બુધવારે ચાલુ હતા અને હજી પણ ચાલુ રહે તેવી સંભાવના છે, વૃક્ષોની લાંબી હારમાળા જોતાં જંગલની આ આગ ફાયર ટોર્નેડોનું સ્વરૂપ પકડી શકે છે.સાન ડીેયેગોથી લઈને લોસ એન્જલસથી લઈ વેન્ટુરા કાઉન્ટી સહિતનું દક્ષિણ કેલિફોર્નિયા આગની લપેટમાં આવી ગયું છે. તેમા પણ ઉતરી લોસએન્જલસના થાઉઝન્ડ ઓક્સ, નોર્થરિજ અને સિમી વેલી જેવા ગીચ વિસ્તારો આગની લપેટમાં આવી જાય તે સૌથી મોટી ચિંતા છે. 

હવામાન વિભાગે ભાગ્યે જ અપાતી ચેતવણી જારી કરતાં જણાવ્યું હતું કે ભારે પવનની સાથે સૂકી સ્થિતિ અત્યંત જોખમી પરિસ્થિતિ રચી રહી છે અને આનો આર્થ એમ કરી શકાય મોટી વિનાશક આગ ફાટી નીકળવાની સંભાવના નકારી ન શકાય. પિન્ક ફાયર રિટાર્ડન્ટને પ્લેનો વડે ઘરો અને ટેકરીઓ પર આવેલા મકાનો પર છાંટીને આગને ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સંખ્યાબંધ વોટરટ્રક પણ મોકલવામાં આવી છે. આગ લાગી ત્યારે પ્રારંભિક તબક્કામાં જ તેને ઓલવવામાં નિષ્ફળતા બદલ લોસ એન્જલસના મેયર કરેન બાસ અને અન્ય અધિકારીઓની આકરી ટીકા થઈ રહી છે. તેઓએ આગ ઓલવી કાઢવા અંગે અને નવી આગ લાગે તો તેને પણ પહોંચી વળવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

દક્ષિણ કેલિફોર્નિયાના વર્ષના પ્રારંભથી જ જંગલમાં ડઝનેક આગ ફાટી નીકળી છે.આ આગ મુખ્યત્વે ગ્રેટર લોસ એન્જલસમાં ફેલાયેલી છે. લોસ એન્જલસમાં વર્ષમાં આઠ મહિના કરતાં વધારે સમયથી વરસાદ પડતો નથી. 


Google NewsGoogle News