આ દેશમાં પાલતુ પ્રાણીઓની જેમ લોકો ગાડીને પણ સાંકળથી રાખે છે બાંધી, જાણો રોચક કારણ
દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાની મહેનતના પૈસાથી ઘર, આભૂષણો, જમીન, કાર અથવા જીવન જરુયાતોની વસ્તુઓ ખરીદે છે અને મોજ શોખ પુરા કરે છે. ત્યારે આ બધી વસ્તુઓ ખરીદીને તેન સુરક્ષિત રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. ખાસ કરીને પોતાની ગાડી અને ઘરેણા જેવી વસ્તુઓને તે સાચવીને સુરક્ષિત જગ્યાએ મુકતો હોય છે. પરંતૂ ક્યારેય તમે એવુ સાંભળ્યુ છે કે, કોઇ વ્યક્તિ પોતાની ગાડીને સુરક્ષિત રાખવા માટે તેને સાંકળથી બાંધતો હોય?
દરેક વ્યક્તિ પોતાની કારને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. સુરક્ષા માટે, ઘણા લોકો તેમના ઘરોમાં સીસીટીવી કેમેરા લગાવે છે. ઘણા લોકો ગાર્ડ પણ નિયુક્ત કરે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ કાર માલિકને તેની કારને સાંકળથી બાંધીને સુરક્ષિત કરતા જોયા છે?
લંડનમાં લોકો કરોડોની કિંમતની પોતાની કારને ચેઈન બાંધતા જોવા મળે છે. હા,એક વેબસાઈટના અહેવાલ મુજબ, લંડનમાં લેન્ડ રોવર વાહનોના માલિકો તેમની ગાડીઓને સુરક્ષિત રાખવા માટે વધારાની સાવચેતી રાખી રહ્યા છે. વાસ્તવમાં, લંડનમાં લેન્ડ રોવર વાહનોની ચોરી વધી છે, જેના કારણે લોકો વાહનની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે, જેમાં લેન્ડ રોવર કારનો માલિક પોતાની કારને ઝાડ સાથે સાંકળ વડે બાંધતો જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, લેક્સસ આરએક્સ નામની કાર 2023માં સૌથી વધુ ચોરાયેલી કાર હતી.
લક્ઝરી કારની ચોરી
લંડનમાં કાર કંપનીના માલિકોને એવા અહેવાલો મળ્યા છે કે, ચોર સરળતાથી લક્ઝરી વાહનોની સુરક્ષા તોડીને કારની ચોરી કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર કારની ચાવી વગરની એન્ટ્રીની સુવિધાને કારણે ચોરો તેને સરળતાથી ચોરી કરવામાં સફળ રહ્યા છે.
યુકેમાં 2023 માં સૌથી વધુ લેન્ડ રોવરના 3 મોડલ ચોરી થયા છે. જેમાં રેન્જ રોવર સ્પોર્ટ (Range Rover Sport), રેંજ રોવર ઇવોક (Range Rover Evoque) અને લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ (Land Rover Discovery Sports)નો સમાવેશ થાય છે. લંડન પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. આ સિવાય કાર કંપનીઓ પણ સેફ્ટી પર સતત કામ કરી રહી છે. પરંતુ કાર માલિકોની ફરિયાદ છે કે, ચોર આટલી સરળતાથી લક્ઝરી વાહનોની ચોરી કેવી રીતે કરી શકે છે.