થાઇલેન્ડમાં આવેલું છે આ ગણેશ મ્યૂઝિયમ, વિવિધ મૂર્તિઓ અને પેન્ટિંગનું છે અનોખું કલેકશન
ફ્રાપિકાનેયટ તરીકે ઓળખાતા ગણપતિની અનેક પ્રતિમાઓનો સંગ્રહ છે
આ સ્થળ થાઇલેન્ડના ચીયાંગ માઇ ની દક્ષિણમાં આવેલું છે.
બેંગ્કોક,31 ઓગસ્ટ,2022,બુધવાર
ગણેશ ઉત્સવ ભારતના વિવિધ ભાગોમાં ભકિતભાવ અને ઉલ્લાસથી શરુ થયો છે. જો કે દુંદાળા દેવ દરિયાપાર પણ અસિમ લોકપ્રિયતા ધરાવે છે. થાઇલેન્ડમાં નાનકડા હાથીનું મુખ ધરાવતા હિંદુ દેવતા પણ વધુને વધુ લોકપ્રિય બનતા જાય છે જેમને ફ્રાપિકાનેયટ પણ કહેવામાં આવે છે.
આ ઉપરાંત ખન પાંડારા થિરાકાનોન્દ નામના એક સદ્દ ગૃહસ્થે તો ગણપતિની વિવિધ મૂર્તિઓ અને પેન્ટિંગનું કલેકશન ધરાવતું મ્યૂઝિયમ પણ તૈયાર કર્યું છે. ગણેશનું મ્યૂઝિયમ તૈયાર કરનારા થાઇલેન્ડનો આ નાગરીક માઇકના નામથી પણ જાણીતો છે.
માઇક જયારે ૧૯ વર્ષના હતા ત્યારે તે પિતા સાથે બેંગ્કોકમાં રહેતા હતા. આર્ટ અને કળામાં રસ ધરાવતા પિતા તરફથી ગણેશ ભગવાનની મુર્તિઓ અને પેઇન્ટીંગનો અમુલ્ય વારસો મળ્યો હતો. સમય જતા માઇકે પણ આ શોખને આગળ વધારતા ભગવાન ગણેશ વિશેનો કલાત્મક સંગ્રહ પોતાની પાસે વિશાળ પ્રમાણમાં એકત્ર થયો હતો. આથી તેમણે સાન પાતાંગો નામના એક વિસ્તારમાં ભગવાન ગણેશની પ્રતિમાઓનું ખાનગી સંગ્રહાલય સ્થાપિત કર્યુ.
આ મ્યૂઝિયમ માઇકના જીવનભરના પરીશ્રમના નિચોડ સમું છે. આ સ્થળ થાઇલેન્ડના ચીયાંગ માઇ ની દક્ષિણમાં આવેલું છે. આ પારાપિકાનિયેસ પ્રત્યેની આસ્થાના લીધે જે અનોખું ગણેશ મ્યૂઝિયમ બનાવવાનો વિચાર આવ્યો હતો. ચીયાંગ માઇનીમાં વેટચેદી લૂઆંગ નામનું ખૂબજ પ્રાચિન મંદિર છે.
આમ તો આ એક ૬૦૦ વર્ષ પહેલા બાંધવામાં આવેલું પેગોડા છે. ૮૬ મીટરની હાઇટ ધરાવતા આ પેંગોડાના દર્શન માટે આવતા લોકો ગણેશ મ્યૂઝિયમની પણ મુલાકાત લે છે. થાઇલેન્ડમાં ભગવાન ગણેશનો એક મંત્ર પણ બોલાય છે જેનો અર્થ તમે માતા ઉમાના પુત્ર છો જે દુખનાશક છે. વિધ્નહર્તા તરીકે હું આપના ચરણોમાં કમળ અર્પણ કરુ છુ એવો થાય છે.