Get The App

દિવાળીમાં ઈઝરાયલના બંધકો માટે આશાનો દીપક પ્રગટાવો', ઈઝરાયલના રાજદૂતની ભારતીયોને અપીલ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
દિવાળીમાં ઈઝરાયલના બંધકો માટે આશાનો દીપક પ્રગટાવો', ઈઝરાયલના રાજદૂતની ભારતીયોને અપીલ 1 - image


Image Source: Twitter

- હમાસે હજુ પણ 240 ઈઝરાયેલી લોકોને પોતાની કેદમાં રાખ્યા છે

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023, બુધવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને હવે એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યુ છે. ત્યારે હમાસ દ્વારા ઈઝરાયેલથી બંધક બનાવવામાં આવેલા લોકોને હજુ સુધી મુક્ત કરવામાં નથી આવ્યા. પ્રાપ્ત માહિતી પ્રમાણે હમાસે હજુ પણ 240 લોકોને પોતાની કેદમાં રાખ્યા છે. આ વચ્ચે ઈઝરાયેલી રાજદૂતે ભારતને અપીલ કરી છે કે, અહીં દિવાળી પર લોકો ઈઝરાયેલી બંધકો માટે એક આશાનો દીપક જરૂર પ્રગટાવે. 

X  પર પોતાની પોસ્ટમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે, ભગવાન રામના પરત ફરવાના ઉપલક્ષ્યને યાદ કરીને દીપક પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ અવસર પર અમારા નજીકના લોકોના પરત ફરવાની આશામાં પણ એક દીપક પ્રગટાવજો.

ગિલોને કહ્યું કે, અમારા 240 નજીકના લોકો લગભગ એક મહિનાથી હમાસ આતંકવાદીઓ પાસે બંધક છે. આ દિવાળી પર અમે તમને અમને સ્નેહ કરનારા લોકોના પરત ફરવાની આશામાં એક દીપક પ્રગટાવવાની અપીલ કરીએ છીએ. 

હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકોના મોત થઈ ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ હમાસે અનેક ઈઝરાયેલી લોકો અને વિદેશીઓને બંધક બનાવી લીધા હતા. કતર દ્વારા મધ્યસ્થતા બાદ હમાસે તેમાંથી 4 બંધકોને મુક્ત કર્યા હતા. તેમાં બે અમેરિકી અને બે ઈઝરાયેલી નાગરિક સામેલ છે. જોકે, ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર ચાલુ હુમલાને ધ્યાનમાં રાખી હમાસે અત્યાર સુધી બીજા બંધકોને મુક્ત નથી કર્યા.  


Google NewsGoogle News