છત્તીસગઢમાં વીજળી ત્રાટકતા 7નાં મોત : રાજસ્થાનમાં ભારે વરસાદ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
છત્તીસગઢમાં વીજળી ત્રાટકતા 7નાં મોત : રાજસ્થાનમાં ભારે વરસાદ 1 - image


હિમાચલમાં ભારે વરસાદને પગલે 60 રોડ બંધ કરાયા

બંગાળના અખાતમાં ડિપ્રેશન સર્જાતા ઓડિશામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી

બાલોદાબઝાર: છત્તીસગઢના બાલોદાબઝાર-ભાટાપરા જિલ્લામાં વીજળી પડવાને કારણે સાત લોકોનાં મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

આ ઘટના મોહતારા ગામમાં સાંજે એ સમયે બની જ્યારે પીડિતો ખેતરમાં કાર્ય કરી રહ્યાં છે તેમ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ ૨૦ વર્ષીય મુકેશ, ૩૦ વર્ષીય ટંકાર સાહુ, ૪૦ વર્ષીય સંતોષ સાહુ, ૧૮ વર્ષીય થાનેશ્વર સાહુ, ૩૮ વર્ષીય પોખરાજ વિશ્વકર્મા, ૨૨ વર્ષીય દેવ દાસ અને ૨૩ વર્ષીય વિજય સાહુ તરીકે કરવામાં આવી છે. છત્તીસગઢના મુખ્યપ્રધાન ઘાયલોને તમામ સારવાર આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. 

બીજી તરફ રાજસ્થાનમાં સરેરાશ વરસાદ કરતા ૬૦ ટકા વધારે વરસાદ પડયો છે. રાજ્યમાં એક પણ જિલ્લો એવો નથી જ્યાં ઓછો વરસાદ પડયો હોય. 

રાજસ્થાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ૫૦ માંથી ૨૮ જિલ્લાઓમાં સામાન્ય કરતા ૬૦ ટકા કે તેથી વધુ વરસાદ પડયો છે. 

રાજ્યના અજમેર, અલવર, અનુપગઢ, બિકાનેર, દૌસા, ધોલપુર, ગંગાનગર, ંગંગાપુર,જયપુર, ટોંક, બાલોત્રા, બાડમેર, જૈસલમેર, જોધપુર ગ્રામીણ, ફાલોડી અને ચુરુ સહિતના જિલ્લાઓમાં અસામાન્ય વરસાદ પડયો હતો. 

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે ૬૦ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. મંડીમાં સૌથી વધુ ૩૧, શિમલા અને મંડીમાં ૧૩, કાંગ્રામાં ૧૦ માર્ગ બંધ કરવામાં આવ્યા છે. કિન્નોર જિલ્લામાં નેશનલ હાઇવે નં.૫ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 

બંગાળની ખાડીમાં ડિપ્રેશનનું નિર્માણ થતા આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઓડિશાના પાંચ જિલ્લામાં એડ એલર્ટ જારી કરવામાં આવી છે. 


Google NewsGoogle News