Get The App

કેનેડામાં જેવું દેખાય છે તેનાથી સાવ વિપરિત જીવન, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી

Updated: May 25th, 2024


Google NewsGoogle News
કેનેડામાં જેવું દેખાય છે તેનાથી સાવ વિપરિત જીવન, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી 1 - image


life in Canada : તસવીરમાં દેખાતું આ દ્રશ્ય કોઈ મર્યાદિત જગ્યામાં રહેતા જેલની બેરેકના કેદીઓ જેવું ભાસે છે. પરંતુ આ જીવંત તસવીર કેનેડાના ટોરેન્ટોના એક રુમમાં શેરીંગ બેઝ પર રહેતા ભારતીય વિદ્યાર્થીઓની છે. સતત જોબની થઈ રહેલી અછત અને સાથે અભ્યાસની ફી માટે કમાણીનું દબાણ દિવસેને દિવસે કેનેડામાં વધુ વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. એક તરફ કેનેડાએ જીવનસાથી વિઝા બંધ કર્યા છે. તો બીજી તરફ ગુજરાત અને પંજાબમાંથી આવતા વિદ્યાર્થીઓનો ભરાવો કેનેડામાં વધી રહ્યો છે. જે લોકો ત્યાં છે તેમને પણ નોકરીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નવા વિદ્યાર્થીઓ આવતાં પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.

ગુજરાતમાંથી દર વર્ષે 25000થી વધુ વિદ્યાર્થીઓ કેનેડા જાય છે

માત્ર ગુજરાતમાંથી દર વર્ષે 25000થી વધુ વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. અભ્યાસ યાભ્યાસ સાથે સાથે નોકરી કરીને પોતાના ભણવાના ખર્ચ ઉપરાંત પરિવારને મદદ કરી શકાય એટલું કમાવવાનો હેતુ આ વિદ્યાર્થીઓનો મુખ્ય છે. છતાં કોરના પછી કેનેડામાં સતત વધતા માઈગ્રેન્ટ્સના કારણે હવે ત્યાં વિદ્યાર્થીઓનો વધુ પડતો ભરાવો થઈ ગયો છે. જો કે તેની સામે રિવર્સ માઈગ્રેશન પણ ઝડપી બની રહ્યું છે. અત્યાર સુધી તો પી.આર.(પરમેન્ટ રેસિડેન્ટ) મેળવનારા વિદ્યાર્થીઓ પાછા આવવાનું ટાળતા પરંતુ છેલ્લા બે વર્ષથી તો પી.આર. મેળવીને પણ પાછા આવી રહ્યા છે.

મજૂરીના કામ માટે પણ ભારતીય વિદ્યાર્થીઓની લાંબી લાઈનો

એક રુમમાં આઠ, દસ કે બાર વિદ્યાર્થીઓ શેરિંગ બેઝ પર રહીને પોતાનું જીવનયાપન કરે છે. પોતાના સમાજ કે કુટુંબમાંથી ખૂબ સન્માનીય રીતે કેનેડા આવેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની સાચી પરિસ્થિતિ જણાવતા કે બતાવતા તે ખૂબ જ ક્ષોભ અનુભવે છે. સિક્યૂરિટીની નોકરી, મોલ કે જાહેર દુકાનોમાં સેલ્સગર્લ કે બોય તરીકેની નોકરી, હોટલોમાં વેઈટર કે પછી અન્ય મજૂરીના કામ માટે પણ ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની લાંબી લાઈનો અહીં સામાન્ય છે. બે ત્રણ વર્ષ સુધી માતા-પિતા કે કુટુંબીજનોને ન મળ્યા હોવાથી હોમસિકનેસની ઊંડી વેદના માતા-પિતાને કેનેડા તો ખેંચી લાવે છે. પરંતુ કેનેડિયન ડોલર સાથેના ત્યાંના ખર્ચા અને પ્રવૃત્તિ વગર માતા-પિતાનું ત્યાં રહેવું વધુ તકલીફકારક બની જાય છે.

કેનેડા વિશે માનીએ છીએ એના કરતાં અહીંની પરિસ્થિતિ ઘણી વિપરિત

આ અંગે કેનેડા સ્થિત પોતાના પાલ્યને મળવા ગયેલા પિતાએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આપણે જે કેનેડા વિશે માનીએ છીએ એના કરતાં અહીંની પરિસ્થિતિ ઘણી વિપરિત છે. દરેકનો દિવસ એક સંઘર્ષથી શરુ થાય છે. ઘણાં રૂમોમાં તો ટી.વી. ફ્રીઝ જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી. દસ વિદ્યાર્થીઓ વચ્ચે એક કોમન ટોઈલેટ, અઠવાડિયે એકવાર એક પછી કપડાં ધોઈ શકાય એ માટેનું  એક કોમન વોશિંગ મશીન અને દરેકે પોતપોતાની રીતે જમવાનું બનાવી શકાય એ માટે વારા પ્રમાણે રસોઈ બનાવવાનો ક્રમ. 

ઓછા પૈસે નોકરી આપે છે અને વધારે કામ કરાવે

આ અંગે વાત કરતાં એક વિદ્યાર્થી જણાવે છે, 'લાખો રૂપિયા ખર્ચી, સગાવ્હાલાઓમાં એક સન્માનજનક સ્થિતિ ઊભી કરીને તમે અહીં રહેતા હોય ત્યારે આ વાત માત્રથી જ મા-બાપ વધુ દુઃખી થઈ જાય એટલે અમે એક પરિસ્થિતિ પછી પાછા આવવાનું વિચારી રહ્યા છીએ. વધુ એક વિદ્યાર્થી પોતાના શિડ્યૂલ વિશે જણાવતા કહે છે, દુઃખની વાત તો એ છે કે અહીં સ્થિર થઈ ગયેલા ભારતીયો પણ ઘણીવાર બહારથી આવનારા મજબૂર વિદ્યાર્થીઓની દયાજનક  સ્થિતિનો શોષણ કરીને લાભ લે છે. ઓછા પૈસે નોકરી આપે છે અને વધારે કામ કરાવે છે.'

કેનેડામાં જેવું દેખાય છે તેનાથી સાવ વિપરિત જીવન, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી 2 - image


Google NewsGoogle News